Gondalમાં કોરાટ ચોક નજીક ટ્રકની અડફેટે સાસુ-વહુના મોત, પોલીસે ટ્રક ચાલકને ઝડપ્યો

0
6

રાજકોટના ગોંડલમાં કોરાટ ચોક નજીક ટ્રકની અડફેટે સાસુ-વહુના મોત થયા હોવાની વાત સામે આવી છે, જેમાં બેફામ દોડતા ટ્રકે એક જ પરિવારના બે સભ્યોનો જીવ લીધો છે, અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી પાડયો છે, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

ગોંડલમાં ટ્રકની અડફેટે સાસુ-વહુના ઘટના સ્થળે જ મોત

ગોંડલમાં ટ્રકની અડફેટે સાસુ-વહુના મોત થયા છે, સાસુ અને વહુ જનોઈનો પ્રસંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતા તે દરમિયાન પાછળથી બેફામ દોડતી ટ્રકે તેમને અડફેટે લીધા હતા જેના કારણે તેમને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતા, રાજકોટથી જનોઈનો પ્રસંગ પતાવીને ઘરે આવી રહ્યાં હતા તે દરમિયાન આ ઘટના બની છે, પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે ખસેડયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

ભરૂચમાં પણ ટ્રકની અડફેટે એકનું મોત

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઈકસવાર ગ્રામ રક્ષક દળના જવાનને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જી.આર.ડી.જવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here