Prashant Samtani, Panchmahal – હાલના સમયમાં લોકો પોતાના સ્વસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી રહ્યાં છે. લોકો આખો દિવસ મોબાઈલ અને કામ પાછળ કાઢે છે. લોકો પોતાના શરીરને તંદુરસ્ત રાખવા કસરત નથી કરી રહ્યાં, જેથી શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી અને નકામી ચરબી એકત્રીત થઇ જતી હોય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા યુવક મયુર જયસ્વાલ દ્વારા વર્ષ 2015 થી બોડીબિલ્ડિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો શોખ હતો, તે માટે મયુર દ્વાર બોડીબિલ્ડિંગ માટેની તૈયારીઓ શરૂ કરી હતી. યુવકે બોડી બિલ્ડિંગ કરવા ખુબ જ મહેનત કરી અને બોડીબિલ્ડીંગની શરૂઆત કરી.
મયુર દ્વારા બોડિબિલ્ડિંગ ની શરૂઆત કરી અને વર્ષ 2018 માં પ્રથમ વખત વડોદરામાં યોજાનાર જુનિયર મિસ્ટર વડોદરા બોડીબિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષ 2018 માં મયૂરને બોડીબિલ્ડિંગ ક્ષેત્રે મેડલ મળવાના શરૂ થયા ત્યારબાદ મિસ્ટર ગુજરાત ,મિસ્ટર આયર્નમેન, જુનિયર મિસ્ટર ગુજરાત તથા 3 વખત જુનિયર મિસ્ટર વડોદરામાં ગોલ્ડ મેડલ મેળવ્યા.
News18ગુજરાતી
મયુર જ્યારે બોડીબિલ્ડર બન્યો ત્યારે તેને લોકોમાં સ્વસ્થ અંગે જાગૃતતા આવે અને લોકો કસરત કરે લોકો જીમ માં જાય તે માટે વર્ષ 2017માં મયુર દ્વારા ગોધરા શહેર ખાતે જીમ શરૂ કર્યો. મયુર ને IHFA (ઇન્ટરનેશનલ હેલ્થ એન્ડ ફિટનેસ એસોસિયેશન બાય સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેનર) માંથી કોર્સ કરી અને ફિટનેસ ટ્રેનર માટે સર્ટિફિકેટ માવ્યું.
મયુરના 3 વિદ્યાર્થિઓ જુનિયર મિસ્ટર બરોડા સ્પર્ધામાં ભાગ લેવા બોડી બિલ્ડિંગની તૈયારીઓ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર