- ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના એનએસએસ વિભાગના
- રાજ્યમાંથી20 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી હતી
- એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવકોની પસંદગી કરાઈ છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવકો દિલ્હી ખાતે રાષ્ટ્રીય તહેવારમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પસંદગી થતાં સૌમાં હર્ષોલ્લાસ છવાયો છે. ઉલ્લેખનીય છેકે ગુજરાત રાજ્યમાંથી કુલ 20 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવકમાં કાલોલ એનએસએસ યુનિટ માંથી કીર્તન હરેશભાઈ સુથાર, જાંબુઘોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવીકા બારીઆ મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને લીમખેડા એનએસએસ યુનિટમાંથી ફુલવંતીબેન ખુમાનભાઈ ડામોરની પસંદગી કરાઈ છે.