Prashant Samtani, Panchmahal હાલના સમયમાં લોકો નોકરી મેળવવા ઘણા એવા પ્રયત્નો કરતા હોય છે. લોકો માંને છે કે , સારો અભ્યાસ કર્યા પછી તરત જ નોકરી મેળવી લઈએ જેથી અભ્યાસ કર્યા પછી યુવાનો તરત જ નોકરી ની શોધમાં કંપનીએ કંપનીએ ઇન્ટરવ્યૂ આપતા હોય છે. પરંતુ કમ નસીબે વર્તમાન સમયનો અભ્યાસ એ ફક્ત ચોપડીઓ જ્ઞાન આપે છે સ્કીલ આપતું નથી, જેથી ઘણા લોકો એવા હોય છે, જે ઊંચો અભ્યાસ કરે છે પરંતુ સારી જગ્યા નોકરી મેળવી શકતા નથી. તે પરિસ્થિતિનો સામનો કરવા અને યુવાનોને સ્વરોજગારી મળે તેવા આશય RSETI સંસ્થા દ્વારા ગોધરા ખાતે બેન્ક ઓફ બરોડા બેન્ક ની સાથે મળીને વિના મુલ્યે બ્યુટી પારલર, સિલાઈ, મોતીકામ, ડેરી ફાર્મ, મોબાઈલ રીપેરીંગ, એ.સી. અને ફ્રીજ રીપેરીંગ જેવા 64 જેટલા વ્યવસાયો લક્ષી તાલીમ આપવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બેરોજગાર યુવાનો કે, જેઓને સ્વરોજગારી મેળવવી છે, પરંતુ તે અંગે તેમને માહિતી હોતી નથી. તેવા લોકોને બરોડા સ્વરોજગાર સંસ્થાન (RSETI) દ્વારા વિવિધ પ્રકારની વ્યવસાય લક્ષી ટ્રેનીંગ પૂરી પાડી અને સ્વરોજગારી મેળવવામાં મદદ કરવામાં આવે છે.
RSETI દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન પંચમહાલ તેમજ આસપાસ ના જિલ્લાના 775 ઉપરાંત યુવક અને યુવતીઓને વ્યવસાય લક્ષી તાલીમ આપવામાં આવી છે. RSETI ધ્વારા તાલીમાર્થીઓને રહેવા જમવાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે આ સાથે જ તાલીમાર્થીઓને એક્સપર્ટ ટ્રેનરસ ધ્વારા ટ્રેનીંગ પૂરી પાડવામાં આવે છે.
બરોડા સ્વરોજગાર સંસ્થાન (RSETI) માંથી ટ્રેનીંગ લીધેલ લોકોને પોતાનો વ્યવસાય શરુ કરવા માટે તેમને બેંક ઓફ બરોડા માંથી તેમને સબસીડી વાડી લોન તથા મુદ્રા લોનની સગવડ પણ પૂરી પવામાં આવતી હોય છે . ઘણા એવા યુવક અને યુવતીઓએ આ સંસ્થામાંથી વિનામૂલ્ય ટ્રેનિંગ લઈને તથા bank of baroda માંથી જ સબસીડી વાળી સરકારી યોજનાનો લાભ લઈને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. અને અત્યારે તેઓ ખૂબ સારી એવી રોજગારી મેળવીને અન્ય લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
પંચમહાલ જીલ્લામાં વર્ષ 2006 થી અત્યાર સુધી બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થાનમાંથી આશરે 20,000 થી પણ વધુ યુવાનોએ તાલીમ લઇ અને પોતાના વ્યવસાયો શરુ કરેલ છે. અહીંથી તાલીમ લીધેલ વ્યક્તિઓની 2 વર્ષ દરમિયાન મુલ્યાંકન કરવામાં આવે છે. જેથીં તેને પોતાનો વ્યવસાય શરુ કરવામાં આવી રહેલ મુશ્કેલી તેઓ દુર કરી શકે અને પોતાનો વ્યવસાય સારો ચલાવી શકે.
જો તમે પણ આ સંસારમાંથી તાલીમ લેવા માંગતા હો તો આ સંસદ દ્વારા ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલ bank of baroda ની શાખાની પાછળની ભાગમાં આ સેન્ટર ચલાવવામાં આવે છે.
**સ્થળ – શિવમ પાર્ક સોસાયટી,સત્યમ સોસાયટી પાછળ , ગ્રાહક તકરાર નિવારણ કચેરીની બાજુમાં , બમરોલી રોડ, ગોધરા.**મોબાઈલ – 9099075899
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર