ગોધરા શહેરના પ્રભારોડ, ભગવત નગર સોસાયટી ખાતે રહેતા સમીર કુમાર મનહરલાલ શાહે ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગોધરા શહેરનાં પાનમ કોલોની ઓફ્સિની બાજુમાં રહેતા અમિતભાઇ રમણલાલ પટેલ એ તા.25.7.2024 નાં રોજ ફરિયાદી સમીરભાઈની મર્સિડીઝ કંપનીની કાર વેચાણ કરી આપવાનો વિશ્વાસ આપી રૂા.6 લાખમાં તેમના મિત્રને વેચાણ કરવાનું નક્કી કરી રૂા.2.50 લાખ રોકડા આપી બીજા તા.29.7.2024 નાં રોજ ચૂકતે કરવાનું કહી કાર લઇ ગયો હતો.
બાકીના રૂા.3,50,000 પૈકીના આંગડીયા પેઢી મારફ્તે રૂા.1,99,800 મોકલી આપ્યા હતા. અને તા.7.8.2024 નાં રોજ રૂા.45,000 ઓનલાઇન બેંક ખાતામાં મોકલી આપ્યા હતા. ત્યારે બાકીના રૂા.1,05,200 ની બાકી રાખી અવાર નવાર માંગતા અમિતભાઇએ ફરિયાદી સમીરભાઈને જે થાય તે કરી લે જે તેમ કહી ફેન બંધ કરી દઈ બાકીના રૂપિયા નહી આપી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી ગુન્હો કર્યો હતો.ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદી ની ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.