Prashant Samtani, Panchmahal – હાલના સમયમાં કોરોનાનું પરિસ્થિતિ ઉદભવી શકે તેમ છે તેના કારણે બ્લડની અછત જોવા મળે છે. ગણી વાર દર્દીઓને સમયસર લોહી ન મળવાના કારણે દર્દીનું મોત પણ થઇ શકે છે. માનવ જાત માટે રક્તદાન તે મહાદાન માનવામાં આવે છે. માનવ સેવાએક પ્રભુ સેવાના ઉમદા ઉદેશ સાથે પંચમહાલ જિલ્લા ના ગોધરા ખાતે રોટરી ક્લબના પ્રમુખ શિલ્પાબેન પરીખના પિતા નટુભાઇ પટેલની 7મી પુણ્યતિથી નિમિત્તે શિલ્પાબેન દ્વારા આજે બ્લડ ડોનેશન નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ રક્તદાન કરી માનવતાના ઉમદા ઉદાહણ પુરવાર કર્યું હતું, અને કહેવાય કે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.
News18ગુજરાતી
પંચમહાલ જિલ્લામાં વાર્ષિક આશરે 15000 જેટલાં યુનિટ લોહીની જરૂરિયાત હોય છે, પરંતુ ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી પાસે વાર્ષિક ફકત 11000 યુનિટ લોહી કલેકટ થાય છે, જેથી આશરે 4000 યુનિટ લોહીની ઘટ પડે છે. પંચમહાલ જિલ્લામાં મુખ્યત્વે 42 જેટલાં થેલેસિમિયા મેજરના દર્દીઓ છે જેથી તેમને દર 15 થી 20 દિવસમાં 42 જેટલાં યુનિટ લોહીની જરૂર પડે છે. ત્યારબાદ ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં અનેક અકસ્માત તથા અન્ય બીમારી વાળા દર્દીઓ છે, જેમને લોહીની જરૂર છે. તે લોકોને લોહી પૂરું પાડવા ઇન્ડીયન રેડ ક્રોસ દ્વાર વધુમાં વધુ લોહી કલેક્ટ થાય તે માટે જુદા જુદા પ્રયાસો કરી રહી છે.
કોઈ શુભ પ્રસંગ હોય જેમકે જન્મ દિન ના દિવસે કેક ક્ટ કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ઉજવામાં આવે છે. કોઈ પણ પ્રસંગે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને વધુમાં રક્ત દાન થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
ભારત દેશમાં પણ કોરોનાનાં કેસો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેવી સ્થિતિમાં તેવી સ્થિતિમાં થેલેસિમિયાના દર્દીઓ માટે લોહી પૂરું પાડી શકાય તે માટે વધુમાં વધુ રક્તદાન થાય તેવા પ્રયાસો ચeલી રહ્યા છે. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્વાર વધુમાં વધુ લોકો રક્ત દાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી પાછલા વર્ષોની જેમ કોરોનની વિકટ પરિસ્થિતિમાં થેલેસિમિયા તથા અન્ય ઇજાગ્રસ્ત લોકો ને લોહીની જરૂરિયાત પૂરી કરી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર