Prashant Samtani, panchmahal: દિવાળીમાં હિન્દુ ધર્મ પ્રમાણે વેપારીઓ ,નાના મોટા વ્યવસાયી પેઢી , સંસ્થા દ્વારા ચોપડા પૂજન તેમજ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. પણ ભારતમાં વસેલો સિંધી સમુદાય દુકાનની પૂજા દિવાળીના દિવસથી લાભ પાચમ સુધી કરે છે . અખંડ ભારતના ભાગલા પાકિસ્તાનના સિધ માંથી વસતા અને ભારતીય હિંદુ સંસ્કૃતિમાં ભળી જનાારી સિંધી કોમ દેશની વાયવ્ય સરહદ થી કચ્છ થઈ ભારતમાં પ્રવેશી હતી .
જેમાંના મોટાભાગના સિંધીઓએ કચ્છને જ પોતાની કર્મભૂમિ બનાવી હતી. આજે પણ દેશમાં સૌથી વધુ સિંધીનો વસવાટ કચ્છમાં છે. વેપાર વાણીજ્ય ને વળેલી આ કોમ દરેક નાના મોટા શહેરોમાં, ગામડાઓમાં અને રાજ્યમાં ફેલાઈને ભારતીય પૂજા સાથે ખબેખભા મિલાવી દેશની આર્થિક પ્રગતિ સાધવામાં પોતાનો સિંહ ફાળો આપી રહી છે.
અખંડ ભારતના હડપ્પા અને મોહેં-જો-દડો ની મૂળ સિંધુ સંસ્કૃતિ જે સમયાંતરે હિન્દુ સંસ્કૃતિમાં પરિવર્તન થઈ , સિંધુ નદીના કાંઠે ઉદ્ભવેલી આ સિંધુ કોમની પ્રજા પોતાના વેપારને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ 1947 માં ભારતના ભાગલાના સમયે પાકિસ્તાન માંથી ભારતમાં આવ્યા હતા ત્યારે , પોતાની સાથે પોતાની દુકાન કે જે હટડી કહે છે. તેને સાથે લઈને આવ્યા હતા. હટણી શબ્દ એ સિંધી શબ્દ છે જેનો મતલબ દુકાન એવો થાય છે .જે સિંધી પિતા પોતાના પુત્રને દિવાળીના સમયે લઈ આપે છે . જેનો મતલબ એક દુકાનમાંથી બીજી દુકાનનું સર્જન થાય તેવું હોય છે .એટલે કે વંશમાં વેપારની વૃદ્ધિ કરવી તેવો અર્થ થાય છે .
હટડીમાં સોનુ ચાંદી, ઝવેરાત અને વેપાર કરવા માટે નાણા મૂકી લક્ષ્મીજીની સ્થાપના કરી , લીલી હળદર, માવો મૂકી મીઠાઈનો ભોગ ધરાવી ઘરની દીકરી કે વહુ દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. હટડીમાં દૂધમાં મુકેલા ચાંદીના સિક્કાને આંખો પર આજી તેની પૂજા કરવામાં આવે છે.
જે બાદ મેલુડા એટલે કે લાકડીની મિશાલને દિવેલ વાળા કપડામાંથી બોડીને તેને સળગાવી આતિશબાજી કરવામાં આવે છે. જેને કાના સળગાવ્યા તેમ પણ કહેવાય છે. જેનો દિવાળીના દિવસથી પ્રારંભ કરે છે જે લાભ પાંચમ સુધી અવિરત ચાલે છે. પાંચમા દિવસે નદી સરોવર કે જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે .
સિંધી કોમની આ પરંપરા આજે પણ સિંધી બિરાદરીમાં યથાવત છે .ઘરમાં જેટલા પુરુષો તેટલી હટડી ની પૂજા કરવામાં આવે છે. પિતા પોતાના દીકરાને વારસામાં હટડી આપતા હોય છે . દીકરો મોટો થઈ વેપાર વાણિજ્ય સાથે સંકળાય તે માટે તેનો ખૂબ મહત્વ હોય છે અને એટલે જ કહેવાય છે કે સિંધિ નો દીકરો રોડ પર ઉભો રહી ધંધો કરે , ભાડાના મકાનમાં રહે પણ નોકરી ન કરે . જે તેઓનો વેપારના મિજાજને ચિરથાત જ કરે છે. આ હટડી પહેલા માટી અને લાકડીઓની મદદથી જાતે બનાવવામાં આવતી હતી. જે હાલ બજારમાં તૈયાર પણ મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર