Prashant Samtani, Panchmahal: આખું વિશ્વ જ્યારે બે વર્ષ કોરોનાની ઝપેટમાં હતું.ત્યારે ઘણી બધી સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જુદા જુદા પ્રકારે લોકોની સેવા કરવામાં આવતી હતી. કોઇક વ્યક્તિ અંતિમ સંસ્કાર માટે મૃતકોના મૃતદેહ લેવાની સેવા આપવામાં આવતી હતી. ત્યારે કેટલીક સંસ્થાઓ અને લોકો દ્વારા લોકો સુધી ખાવાનું પહોંચાડવામાં આવ્યુ હતું.
કોરોના વોરિયર્સ જેમાં પોલીસ પોતાના જીવના જોખમે લોકોની સેવા માટે દિવસ અને રાત ખડે ભાગે ઉભી હતી. ત્યારે ડોક્ટરો પણ દિવસ અને રાત એક કરીને લોકોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કોરોનાની માહિતી ઘેરઘેર સુધી પહોંચે તે માટે પત્રકારો એ પણ મહેનત કરવામાં કોઈ કચાસ રાખી નથી.
આવા કપરા સમયમાં દેશ અને દુનિયાને મદદ કરવાની ભાવનાથી ગોધરાના કિહાન ખાન દ્વારા લોકોને youtube, facebook, twitter જેવા સોશિયલ મીડિયા પ્લેફોર્મના માધ્યમથી જુદા જુદા પ્રકારે પોતાની કળાઓથી પ્રદર્શન કરીને મેસેજ આપીને કોરોના વોરિયર તરીકેની ભૂમિકા નિભાવવામાં આવતી હતી.
190 જેટલી સંસ્થાએ સન્માન કર્યું
કોરોના કાળના બે વર્ષમાં જ્યારે શાળા ઉપર તાળા વાગેલા હતા, તેવા સમયે નાના બાળકો માટે તો જાણે વેકેશન જ પડી ગયું હોય તેમ બાળકો મોજ મસ્તીમાં હતા. તેવા સમયે ગોધરાના દસ વર્ષીય કિહાન ખાન દ્વારા જુદા જુદા પ્રકારની ડ્રોઈંગ્સ બનાવીને તેમજ ગીતો બનાવીને, પોસ્ટરો બનાવીને,એક્ટિંગ કરીને, મીમીક્રી કરીને લોકોને કોરોનાથી બચવા અંગેના જુદા જુદા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હતા. જે જોઈને કિહાનખાન ફિરોઝ ખાન પઠાણને 190 જેટલી સંસ્થાઓએ જુદી જુદી ભેટો, પ્રમાણપત્રો અને મેડલ્સ આપીને પ્રોત્સાહિત કર્યા છે.
ઓમેજી બુક ઓફ રેકોડર્સમાં સ્થાન મળ્યું
માત્ર 10 વર્ષ અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતા કિહાન ખાન ફિરોઝખાન પઠાણ દ્વારા દેશ અને દુનિયાના લોકો કોરોના પ્રત્યે જાગૃત થાય તેમજ તંત્રને સહકાર આપે તે માટે જુદા જુદા પ્રકારના પોસ્ટરો તેમજ ડિઝાઇનો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા હતા.જેનાથી ઘણા લોકોએ પ્રેરાયને કિહાંન ના આ ભગીરથ કાર્ય બદલ તેને પ્રોત્સાહિત પણ કર્યા છે.
જેમાં સ્પેશિયલ પેટ્રીએટ નેશનલ એવોર્ડ અયોધ્યા અને ઓએમજી યુનિક નેશનલ રેકોર્ડ ફોલ્ડર તરીકે તેને સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને ઓએમજી બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવેલ છે. ગોધરાના પુત્ર કિહાન ખાનની કળાઓથી પ્રેરાયને પશ્ચિમ આફ્રિકા , ફિલિપાઇન્સ , કેનેડા ની સાથે સાથે ગુજરાતના મોટાભાગના રાજ્યોની 190 થી વધુ સંસ્થાઓએ એવોર્ડ્સ અને પ્રમાણપત્રો આપીને કિહાનને સન્માનિત કર્યો છે.
આ સન્માન મળ્યા છે
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા કિહાંન ને માનવસેવા , સન્માન બાળ યોદ્ધા, કોરોના કર્મવીર , બાળ સામાજિક કાર્યકર , સેવા યોદ્ધા ,યોદ્ધા રાહત કે સિપાહી , શક્તિ યોદ્ધા સન્માન , કર્મયોગ સન્માન, પ્રીમિયમ એવોર્ડ , સમાજસેવક નેશનલ સિક્યુરિટી ફોર, એચ એફ હીરો એવોર્ડ , કોરોના વોરિયર પ્રાઇઝ , ઓનર દાદા સાહેબ ફડકે એનજીઓ સન્માન અને કોરોના ફાઈટર ટાઇટલ જેવા સન્માનો મળી ચૂક્યા છે.ગોધરાના દસ વર્ષીય બાળકે ફક્ત પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર શહેર અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે અને દેશના તમામ બાળકો માટે કીહાન ખાન ફિરોઝખાન પઠાણે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર