ગોધરામાં સ્ટેશન રોડ વિસ્તારમાં તેલના વેપારીને ત્યાં GSTનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. GSTના સર્વેને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. GSTની તપાસમાં મોટાપાયે કરચોરી પકડવાની શક્યતા લાગી રહી છે.
ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં તેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જીએસટી વિભાગની ટીમ દ્વારા તેલના વેપારીને ત્યાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. ગોધરામાં જીએસટી વિભાગના સર્વે ને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તેલની દુકાનમાં સર્ચ ચાલુ છે. તપાસ દરમ્યાન મોટાપાયે કરચોરી પકડાઈ તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા સહિત રાજ્યના 25 સ્થળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં અત્યારસુધી આશરે કરોડોની કરચોરી ઝડપાઈ છે. આ કૌભાંડનો આંકડો વધવાની વકી છે. GST વિભાગ દ્વારા તેલના વેપારીને ત્યાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા વેપારીને ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે તપાસ હજુ સુધી ચાલુ છે ત્યારે, પાંચ કલાકથી ચાલી રહેલા સર્વેમાં ચોંકાવનારા ખુલસા થવાની શક્યતા લાગી રહી છે.