આજે હનુમાન જયંતીનો દિવસ છે અને રાજ્ય સહિત દેશભરમાં અનેક હનુમાન મંદિરમાં ધામધૂમથી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં હનુમાન જ્યંતીની શોભાયાત્રા પોલીસે અટકાવી છે. DJ વગાડવા મુદ્દે પોલીસે શોભાયાત્રા અટકાવતા હોબાળો મચી ગયો છે અને વેરાવળ બસ સ્ટેન્ડ પાસે પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે રકઝક જોવા મળી છે.
પોલીસ સાથે રકઝક બાદ 2 DJ સાથે શોભાયાત્રા નીકળી
તમને જણાવી દઈએ કે હનુમાનજીની શોભાયાત્રામાં 5 DJ હતા. જ્યારે મંજૂરી માત્ર 2 DJની જ આપવામાં આવેલી હતી. હિન્દુ સંગઠન દ્વારા 5 DJની મંજૂરી માગવામાં આવેલી હતી પણ તંત્રએ 2 DJની જ મંજૂરી આપી હતી. ત્યારે શોભાયાત્રામાં 5 DJ જોતા પોલીસે વેરાવળ બસ સ્ટેન્ડ પાસે શોભાયાત્રા અટકાવી દીધી અને તેને લઈને હિન્દુ સંગઠનોના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક જોવા મળી હતી. જો કે 10 મિનિટની રકઝક બાદ નિયમ મુજબ 2 DJ સાથે જ શોભાયાત્રા કાઢવામાં આવી છે.
બેટ દ્વારકા ટાપુ પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે હનુમાન જ્યંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ
દ્વારકાથી 35 કિમી જેટલે દુર આવેલા સમુદ્ર વચ્ચે બેટ દ્વારકા કે જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશનું નિવાસ સ્થાન આવેલું છે, ત્યાંથી માત્ર 5 કિમી દુર બેટદ્વારકા ટાપુમાં જ હનુમાન દાંડી નામથી પ્રસિદ્ધ હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજજીનું મંદિર આવેલું છે. આ મંદિર આશરે 1100 વર્ષ કરતા પણ વધુ પુરાણું છે, તેમજ આ મંદિર ભારતભરમાં પિતા પુત્રનું આ એક માત્ર મંદિર છે. આ મંદિરની માન્યતા પ્રમાણે દર વર્ષે હનુમાનજી ચોખાના એક કણ જેટલા પાતાળ તરફ તેમજ મકરધ્વજજીનું સ્વરૂપ એટલું જ આકાશ તરફ વધે છે. આ મંદિરના દર્શને દેશ વિદેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે અને અહિયાં સોપારી ચડાવી માન્યતા લે છે અને હનુમાન જયંતી નિમિતે અહીં રામધુન તેમજ અન્નકૂટ તેમજ વિશિષ્ટ શ્રુંગાર દર્શન યોજવામાં આવે છે અને ધામધૂમ પૂર્વક હનુમાન જયંતીની ઉજવણી થાય છે.
બેટદ્વારકામાં આવેલા આ મંદિર ખાતે તપસ્વી સંત પ્રેમભિક્ષુજી મહારાજે અહીં ઘણો સમય અનુષ્ઠાન કરેલું છે, પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામનામ એટલે કે ‘શ્રી રામ જય રામ જય જય રામ ધૂન’ની શરૂઆત બેટદ્વારકાના દાંડી હનુમાનજીથી જ કરી હતી અને ત્યારબાદ આ મંત્રનો જાપ જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા અનેક શહેરોમાં અખંડ રામધુન સંકીર્તન મંદિર ચાલે છે.
[ad_2]
Source link