વેરાવળમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું અને ગટરની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને સ્થાનિકોએ સંદેશ ન્યુઝનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રભાસપાટણ વિસ્તારની ગુલાબ નગર, શાંતિનગર સહિત પાંચથી વધુ સોસાયટી વિસ્તારમાં 25 હજારથી વધુ નાગરીકો વસવાટ કરે છે.
વેરાવળમાં આ પાંચેય સોસાયટીની મુખ્ય ગટરની સફાઈ કરાઈ હોવાનો પાલિકા દાવો કરી રહ્યું હતું. જ્યારે વાસ્તવિક ગટર જામ જેવી પરિસ્થિતિમાં જોવા મળી હતી. સોસાયટીઓની પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર ગંદકીથી ખદબદતી જામ હાલતમાં હતી. જેનો અહેવાલ સંદેશ ન્યુઝ પર પ્રસારિત થતા જિલ્લા કલેક્ટર દ્વારા પાલિકા તંત્રને ખખડાવી સત્વરે કામગીરીના આદેશ આપ્યા હતા અને પાલિકા તંત્ર દોડતું થયું હતું અને આ ગટરની સફાઈ હાથ ધરી હતી.