Gang caught cheating in the name of Tantric rituals | ‘ડબ્બામાં રૂપિયા મૂકી દો, 10 ગણા કરી આપીશું’: તાંત્રિક વિધિના નામે ડબ્બામાં પૈસાના બદલે નારિયેળ મૂકી ઠગતી ગેંગ ઝડપાઈ; એક તો ડબલની લાલચે 11 લાખની લોન લઈ બેઠો – Vadodara News

HomesuratGang caught cheating in the name of Tantric rituals | 'ડબ્બામાં રૂપિયા...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

જો તમને કોઇ કહે કે, માતાજીના ફોટોવાળા 10 રૂપિયાના સિક્કા તમારી પાસે છે? તમારી પાસેના રૂપિયા ડબ્બામાં રૂપિયા મુકી દો, તેને ડબલ કે 10 ગણા કરી આપીશું. તો તમે સાવધાન થઇ જજો. વડોદરા ક્રાઇમ બ્રાંચે તાંત્રિક વિધિનો ઢોંગ કરીને 10 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આ

.

રૂપિયા ડબલ કે 10 ગણા થઇ જશે કહી વિશ્વાસમાં લેતા વડોદરા શહેરમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી એક ગેંગ સક્રિય બની હતી. જેમાં આરોપીઓ રાજુ, અશોક, અરવિંદ, મહારાજ અને મહેશ જેવા ખોટા નામો કહીને તાંત્રિક વિધીનો ઢોંગ કરતા હતા અને ડબ્બામાં મુકેલા રૂપિયા ડબલ કે 10 ગણા થઇ જશે તેમ કહીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ઠગાઈ આચરતા હતા. અમદાવાદની પોળમાં રહેતા એક મહિલાને માતાજીના ફોટાવાળા સિક્કા ઉપર 10 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી. મહિલાને 30 હજાર રૂપિયા ડબ્બામાં મુકાવ્યા અને બે મહિના પછી ડબ્બો ખોલવા કહ્યું. બે મહિના બાદ મહિલાએ ડબ્બો ખોલતા 3 નાળિયેર નિકળ્યા.

વધુ પ્રમાણમાં મહિલાઓને ટાર્ગેટ કરતા આ આરોપીઓ ઠગાઈનો ગુનો કરવા માટે વધુ પ્રમાણમાં મહિલાઓને ટાર્ગેટ કરતા. ખોટા નામ ધારણ કરી રૂ.10ની મોર છાપવાળી નોટ, 3 આંઠડાવાળી નોટ તેમજ માતાજીના સિક્કા ઉપર તાંત્રિક વિધીઓ કરી આપી રૂપિયા એકના ડબલ તેમજ 10 ગણા કરી આપવાની લાલચ આપી તેઓને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તાંત્રિક વિધીનો ઢોંગ કરતા હતા. લોકો પાસે એક ડબ્બામાં રૂપિયા મુકાવી લોકોની નજર ચુકવી રૂપિયાવાળો ડબ્બો બદલી તેના બદલે નાળિયેર રાખેલો ડબ્બો આપી વિશ્વાસઘાત-છેતરપીડી કરી રૂપિયા પડાવી લેવાના ગુનો આચરતા હતા.

મહિલાઓને છેતરવાનો સિલસિલો શરૂ થતો લોકો આરોપીઓની જાળમાં ફસાય તે માટે આ ગેંગનો એક માણસ પોતાનો નંબર મહિલાને આપતો હતો અને મોરછાપ વાળી નોટ તેની પાસે હોય તો ડબલ કે દસ ગણા રૂપિયા આપવાની લાલચ આપતો હતો. ગેંગનો બીજો માણસ રૂ.10ની મોર છાપવાળી નોટ, ત્રણ આંઠડાવાળી નોટ નાગરીકોને યેનકેન પ્રકારે મહિલા સુધી પહોંચાડી દેવાનું કામ કરતો હતો. ત્યારબાદ મહિલાઓને છેતરવાનો સિલસિલો શરૂ થતો હતો.

2 લાખના 4 લાખ થઇ જશેની લાલચ આપી દંતેશ્વર ખાતે રહેતા ફરિયાદીને ઠગોએ 2 લાખના 4 લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી અને એક ડબ્બામાં 2 લાખ રૂપિયા મુકીને ડબ્બાને તાળુ મારી દીધું હતું. ઠગોએ કહ્યું હતું કે, બે મહિના પછી અમે આવીએ પછી તમને ચાવી આપીશું, પછી ડબ્બો ખોલવાનો છે. ડબ્બામાં વિધીના કારણે 2 લાખ રૂપિયાના 4 લાખ રૂપિયા થઇ જશે. ત્યારબાદ ઠગ ટોળકી જતી રહી હતી અને 2 મહિના પછી ઠગોએ ફોન ઉપાડ્યો નહોતો અને મહિલાને રૂપિયાની જરૂર હતી. જેથી મહિલાએ ડબ્બાનું તાળુ તોડી નાખ્યુ હતું. જો કે, તેમાં રૂપિયા નહોતા. તેમાં બે શ્રીફળ મળ્યા હતા.

1 લાખના 10 લાખ કરાવવા 70 હજાર વિધીના લીધા દંતેશ્વર ખાતે રહેતા અન્ય એક મહિલાને ઠગ ટોળકીએ 850 રૂપિયા લઇને પૂજા કરાવી આપી હતી. ત્યારબાદ મહિલાને ડબ્બામાં 3.50 લાખ રૂપિયા મુકાવ્યા હતા. એક અઠવાડિયા પછી ડબ્બો ચેક કરતા તેમાં પૈસા નહોતા, માત્ર 3 શ્રીફળ જ નિકળ્યા હતા. બાપોદ વૈકુંઠ ખાતે રહેતા ફરિયાદીને ઠગોએ કહ્યું હતું કે, માતાજીના ફોટોવાળા 10 રૂપિયાનો સિક્કો હોય તો તમને પૈસા અપાવીશું કહી પુજામાં 6400 રૂપિયા મુકાવ્યા હતા. એક લાખ રૂપિયા મુકો તો 10 લાખ રૂપિયા થઇ જશે કહી એક લાખ રૂપિયા ડબ્બામાં મુકાવ્યા હતા અને 70 હજાર રૂપિયા વિધીના નામે લીધા હતા. થોડા સમય બાદ ડબ્બો ખોલતા તેમાંથી 3 નાળિયેર નિકળ્યા હતા. વડોદરા શહેરના વેમાલીમા ચ્હાની કીટલી ચલાવનારને 10 રૂપિયાની મોરછાપ ચલણી નોટની પૂજા દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 23 લાખ લઇ આરોપીઓ રફૂચક્કર ગયા હતા.

આરોપીઓને ભેગા થવાની બાતમી આધારે ઝડપી પાડ્યા એસીપી ક્રાઈમ એચ.એ.રાઠોડે જણાવ્યું હતું કે, આ પ્રકારની ફરિયાદોને પગલે અમે સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સ આધારે ઠગ ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીઓ ઠગાઇ કરીને મેળવેલા રૂપિયાનો ભાગ પાડવા માટે વડોદરાના નવલખી મેદાન ખાતે ભેગા થયા હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. ક્રાઇમ બ્રાંચની ટીમ ત્યાં પહોંચતા આરોપીઓએ ટુ-વ્હીલર પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોર છાપવાળી નોટો સહિત 8.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા આરોપીઓના નામ-સરનામા

  • પ્યારેસાબ ઉર્ફે પ્યારો ઉર્ફે ભુરો ઉર્ફે રાજુ જીવાભાઇ રાઠોડ (ઉ.વ.50 રહે.ભોજ ગામ તા.પાદરા જિ.વડોદરા)
  • કાળુભાઇ ઉર્ફે અશોકભાઇ ફતેસિંગ સોલંકી (રહે.એકતાનગર કિસ્મત ચોકડી પાસે, તાંદલજા, વડોદરા)
  • ઇરફાન ઉર્ફે મહેશ મુસ્તુફા દિવાન (રહે. કોઠીયાપુરા ઝુપડપટ્ટી,અલીફનગરની સામે, તાંદલજા રોડ, વડોદરા)
  • ફીરોજ ઉર્ફે લાલો ફતેસિંગ સોલંકી (રહે. ભોજ ગામ, તા.પાદરા, જિ.વડોદરા)
  • મકબુલશા અબ્દુલશા દિવાન (રહે. ગામ ગડબોરીયાદ, નવીનગરી, તા.નસવાડી, જિ.છોટાઉદેપુર)
  • અનવરભાઇ કરીમભાઇ ગરાસીયા (રહે.નવાપુરા કુંભારવાડા ડભોઇ, તા.ડભોઇ, જિ.વડોદરા)



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon