Abhishek Barad, Gandhinagar: ખાદીને ફેશન ફેબ્રિક તરીકે સ્થાન આપવા માટે ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) ખાતે પ્રદર્શન અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એથનિક, ફ્યુઝન, વેસ્ટર્ન અને કેઝ્યુઅલ લુકથી માંડીને વસ્ત્રો અને સાડીઓના છ અલગ-અલગ કલેક્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા.
યુવા પ્રેક્ષકો અને વૈશ્વિક બજાર સુધી પહોંચવાના હેતુ સાથે, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC) ને સમર્થન આપવા માટે MSME મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજીના સહયોગથી સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ખાદી (COEK) ની કલ્પના કરવામાં આવી હતી. હબ તરીકે દિલ્હી અને સ્પોક્સ મોડલતરીકે બેંગલુરુ, ગાંધીનગર, કોલકાતા અને શિલોંગ પસંદગી કરવામાં આવી છે. COEK તાના રીરી ખાતે એક પ્રદર્શન અને ફેશન શો ‘અહેલી ખાદી’ તરીકે યોજાયું.
અહેલી એટલે કે શુદ્ધ એ વાસ્તવિક ખાદી પ્રદાન કરવા COEK ની શોધમાંથી ઉદ્દભવ્યું છે, જે ખાદી સંસ્થાઓ પાસેથી સીધા જ પેઢીના ગ્રાહકો માટે ડિઝાઇન કરવા માટે પ્રાપ્ત થાય છે. COEK ડિઝાઇનરોએ એથનિક, ફ્યુઝન, વેસ્ટર્ન અને કેઝ્યુઅલ લુકથી માંડીને વસ્ત્રો અને સાડીઓના છ અલગ-અલગ કલેક્શન ડિઝાઇન કર્યા છે. ઉત્કૃષ્ટ ખાદીમાં મૂલ્ય ઉમેરવા માટે હેન્ડ એમ્બ્રોઇડરી, સ્ટીચ ડિટેલિંગ અને હેન્ડ બ્લોક પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાદીને વૈશ્વિક સ્તરે સ્થાન આપવા માટે ભારતીય હસ્તકલાને આંતરરાષ્ટ્રીય દેખાવ સાથે જોડીને વિવિધ વજનના ખાદી કાપડ અને યાર્ન સાથે હોમ લિનન કલેક્શન ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
રાજકોટના ચોરડી ગામે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનાવાશે; વિવિધ સેવાકિય સંકુલો નિર્માણ કરાશે
આ ઉત્પાદનોમાં કુશન કવર, રનર્સ અને ટેબલ લેનિનનો સમાવેશ થાય છે. COEK નો ઉદ્દેશ્ય ખાદીને સંબંધિત, ઉચ્ચ ડિઝાઇન સ્તરે પ્રમોટ કરવાનો છે. પર્યાવરણીય રીતે ટકાઉ ફેબ્રિક તરીકે ખાદીના ઉપયોગને પ્રોત્સાહિત કરવા પણ ઈચ્છે છે. ઘરના ડોમેનમાં બિન-બ્લોડગ્રેડેબલ બિનટકાઉ ઉત્પાદન, વસ્ત્ર બદલો અને ખાદીનો વધુ ઉપયોગ થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં KVIC ના અધ્યક્ષ મનોજ ગોયલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શોમાં KVIC અધિકારીઓ, શિક્ષણવિદો, ડિઝાઇનર્સ, ઉદ્યોગના સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર