Abhishek Barad, Gandhinagar: કોરોના મહામારી અનેક લોકો માટે આફત બનીને આવી, અનેક લોકોએ નોકરી ગુમાવી ત્યારે ઘણા લોકોએ આ આફતને અવસરમાં બદલી. એવી જ ગાંધીનગરની પ્રાચી પટેલ નામની યુવતી એ આ સમય દરમ્યાન ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી મંડલા આર્ટ શીખ્યું અને આજે હજારોનો બિઝનેસ કરે છે.
આજે ગ્રેજ્યુએટ અને માસ્ટર કરેલા યુવાનો નોકરી પાછળ ઘેલા બન્યા છે. સરકારી નોકરીમાં થોડી જગ્યાઓ માટે લાખો યુવાનો અરજી કરે છે. ત્યારે ઘણા યુવાનો બીઝનેસ કરીને પોતે અને તેની સાથે અનેક લોકોને રોજગારી પુરી પાડે છે. કોરોનાની મહામારી દરમ્યાન અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી અને બેરોજગાર બન્યા. આ સમયે ઘણા લોકોએ આ આફતને અવસરમાં બદલી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી અનેક કલાઓ શીખી. ગાંધીનગરમાં રહેતી પ્રાચી પટેલ નામની યુવતીને કોરોના સમય દરમ્યાન સોશિયલ મીડિયાના માધ્યમથી મંડલા આર્ટ વિશે જાણવા મળ્યું અને ત્યારબાદ ઓનલાઈન યુટ્યુબ જેવા માધ્યમ દ્વારા આ આર્ટની તમામ માહિતી મેળવી. પ્રાચીને નાનપણથી જ આર્ટ માં રસ હતો અને સ્કૂલ ટાઈમમાં પણ અનેક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. BBA ના અભ્યાસ દરમ્યાન પણ હેન્ડમેડ કાર્ડ બનાવી આર્ટમાં વધુ પરંગતતા મેળવી.
આ શોખને બિઝનેસમાં પરિવર્તિત કરવાનો વિચાર કોરોના કાળ દરમ્યાન આવ્યો. પ્રાચીના દાદા ધારાસભ્ય રહી ચૂક્યા છે અને દાદી નર્સ, પિતા મંત્રીના અંગત સચિવ છે. ઘરમાં નોકરીના વાતાવરણ વચ્ચે મોટી થયેલી પ્રાચીએ નાનપણથી જ બિઝનેસમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. આ મંડલા આર્ટ શીખ્યા બાદ ઘરે પ્રેક્ટિસ ચાલુ કરી અને નવી નવી ડિઝાઈન બનાવી. આ આર્ટના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા પરિવાર, મિત્રોને આ ખૂબ પસંદ આવ્યું અને અનેક લોકોએ ઓર્ડર આપ્યો. હાલમાં આ બિઝનેસ તે ઘેર બેઠા જ કરે છે અને તેનું નામ ‘Soul Smoothen Art’ રાખ્યું છે. આ આર્ટ અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ સાઈઝમાં બનાવે છે.
આ પણ વાંચો:
ઢોર અંકુશ નિયંત્રણ કાયદા વિરુદ્ધ મહાસંમેલન યોજાશે; નાગજી દેસાઈએ સરકારને કરી આ બાબતે ટકોર
જેની કિંમત રૂ. 300 થી લઈને રૂ. 10000 સુધીની હોય છે. હાલમાં આ આર્ટ ખરીદવા માટે 9104926639 નંબર પર સંપર્ક કરી શકાય છે.
મંડલા આર્ટ વિશે
હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની પ્રાચીન સંસ્કૃત ભાષામાં, મંડલાનો અર્થ થાય છે “વર્તુળ ” પરંપરાગત રીતે, મંડલા એ ભૌમિતિક ડિઝાઇન અથવા પેટર્ન છે જે વિવિધ સ્વર્ગીય વિશ્વમાં બ્રહ્માંડ અથવા દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કલાકાર સૌદામિની મદ્રા કહે છે, “આ બધું ડિઝાઇન અને બ્રહ્માંડની સમપ્રમાણતામાં શાંતિ શોધવા વિશે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર