અડાલજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, પાશ્વનાથ હોમ્સ સોસાયટી બંગલા નંબર-1ની ઓસરીમાં વિદેશાદારૂનો જથ્થો સંતાડેલો છે.
જેના આધારે પોલીસે રેડ કરતાં બે શખસ મળી આવ્યા હતા જેઓના નામ પૂછતાં તે સંતોષ યોગેન્દ્રસિંહ ઠાકોર (19 વર્ષ, મૂળ-રાજસ્થાન) તથા ગુલાબસિંહ નરોત્તમસિંગ ઠાકોર (23 વર્ષ, મૂળ-રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેઓને સાથે રાખીને તપાસ કરતાં ઓસરીમાં કાળા કપડાં નીચે સંતાડેલો વિદેશીદારૂ મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં 43,200ની કિંમતની વિદેશીદારૂની 108 બોટલ હતી. દારૂ અંગે પૂછતાં કિશોર વંજાની નામના શખસ પાસેથી બંને યુવકો દારૂ લાવ્યા હતા. કિશોરના કહ્યાં પ્રમાણે તેનું છૂટક વેચાણ કરતાં હતા.
[ad_1]
Source link