ભા.કૃ.અ.નુ.પ. કેન્દ્રીય મત્સ્યકી શિક્ષા સંસ્થા મુંબઈ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે મીઠા પાણીમાં થતાં મત્સ્યપાલન તાલીમ કાર્યક્રમ તારીખ 22 ડિસેમ્બર, 2024ના રોજ આદિજાતિ વિસ્તારના મત્સ્યપાલકો માટે શિબિરનો
.
રાજ્યમંત્રી હળપતિએ પ્રમુખ સ્થાનેથી ઉપસ્થિત મત્સ્યપાલકોને સંભોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 20247 અભિયાનમાં સક્રિય ફાળો આપવા આહ્વાન કર્યું હતું. વધુમાં મત્સ્યપાલન અંગેના કોઈ પણ પ્રોજેક્ટને આદિજાતિ વિકાસ મંત્રાલય તરફથી શક્ય તેટલો તમામ સહકાર આપવાની બાંહેધરી આપી હતી.
CIFE દ્વારા પ્રકાશિત મત્સ્યપાલન અંગેની પુસ્તિકાનું વિમોચન મંત્રી કુંવરજી હળપતિ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. તથા CIFE દ્વારા મત્સ્યપાલકોને ગિલનેટ અને 25 લિટર ક્ષમતાવાળું આઇસબોક્સની કીટ આપવામાં આવેલ હતી.
આ પ્રસંગે મંડળીઓના પ્રમુખો દ્વારા મંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ મત્સ્યપાલકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા સફળતા પૂર્વક હાથ ધરવામાં આવેલ હતું.