આણંદ: દાવા કરાઈ રહ્યો છે કે આ દ્રશ્યો આણંદની ગામડી પોલીસ ચોકીના છે. જ્યાં એક વ્યક્તિને કેટલાક લોકો માર મારી રહ્યા છે. દાવા પ્રમાણે માર મારનાર પોલીસકર્મીઓ છે. અશોકભાઈ નામના વ્યક્તિએ લગાવેલા આરોપ પ્રમાણે એક વાહન ચાલકે તેમના ભાઈને અડફેટે લીધો હતો, જેની ફરિયાદ નોંધાવવા માટે તેઓ ગામડી પોલીસ ચોકીમાં ગયા હતા. જ્યાં હાજર પોલીસકર્મીઓએ તેઓને કહ્યું કે અંદર આવો તમારી FIR લખી લઈએ. બાદમાં અંદર જતાં જ પોલીસકર્મીઓએ માર માર્યો હતો. ઈજા થવાના કારણે અશોકભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, ન્યૂઝ18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ અશોકભાઈનો દાવો છે કે આ વીડિયો પોલીસ ચોકીનો જ છે.
Source link