પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર ગામથી પસવારી તરફ જતા રસ્તાનો કબ્જો આરએનબીએ નહી લેતા ખેડૂતોને નદીના પાણીમાથી પસાર થવુ પડે છે. છેલ્લા 45 વર્ષથી આ વિસ્તારના ખેડૂતો તરાપાના સહારે રસ્તો પસાર કરી અને પોતના વાડી ખેતરે પહોંચે છે. જવાબદાર તંત્ર અને સ
.
પોરબંદર જિલ્લાના મોડદરથી પસવારી ગામ તરફ માર્ગનો છેલ્લા 45 વર્ષથી ખેડૂતો માટે મોટો પ્રશ્ન છે. માર્ગ આરએનબી હસ્તક હોવા છતાં કબ્જો લેવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂત પરિવારોને બે ગામ વચ્ચે પસાર થતી નદીના પાણીમાં બળદ, ટાયર નાખીને એક છેડેથી બીજા છેડે જવુ પડે છે. મોડદરથી પસવારી માર્ગ ન બનાવવામાં આવાતાં છેલ્લા ધણા વર્ષોથી ખેડૂત પરિવાર સ્થાનિક તલાટીથી મુખ્યમંત્રી સ્વાગત રજૂઆત છતાં આરએનબી વિભાગ જમીનનો કબ્જો તેના હસ્તક ન કર્યા અને માત્ર ખોટા આશ્વાસન આપવામાં આવતા ખેડૂત પરિવારમાં ભારે આક્રોશ જોવા મળે છે. ખેડૂતોએ કહ્યુ કે અમે રજૂઆત કરી કરીને થાકી ગયા હવે અમારા પ્રશ્નનો નિવેડો નહી આવે તો અમે આંદોલન માર્ગ અપાનાવીશું.
વિકસિત ગુજરાતમાં 45 વર્ષથી અમારા ગામનો રસ્તા ન બનાવવામા આવતા અમને એમ લાગે છે કે એમ ભારત રહીએ છે કે પાકિસ્તાનમાં કે બહેરૂ તંત્ર અને સરકાર અમારી વાત સાંભળતી નથી તેમ જણાવી આક્રોશ વ્યકત કર્યા હતો. આ સાથે પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રસ્તા બનાવવા માગ કરવામા આવી હતી. ખેડૂતોની રજુઆતને પગલે પોરબંદર જિલ્લા કલેકટર એસડી ધાનાણીએ જણાવ્યું હતુ કે, ખેડૂતોની રજૂઆતો સાંભળવામાં આવી છે. આગામી એક સપ્તાહની અંદર પોલીસ બંદોબસ્ત સાથે મોડપર પસવારીનો રસ્તો આરએનબી હસ્તક લેવામાં આવશે ત્યારબાદ રસ્તો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.