Fake Ayushman cards made by scammers in just 15 minutes | ભેજાબાજો માત્ર 15 મિનિટમાં બનાવતા બોગસ આયુષ્યમાન કાર્ડ: માસ્ટર IDથી આઉટસોર્સિંગ વેબસાઈટમાં એક્સેસ મેળવતા, પહેલાંથી તૈયાર કાર્ડના સોર્સ કોડમાં એડિટ કરી નવા કાર્ડ બનાવતા – Ahmedabad News

HomesuratCrimesFake Ayushman cards made by scammers in just 15 minutes | ભેજાબાજો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દેશના નાગરિકોને સરકારી યોજનાનો સરળતાથી લાભ મળી રહે તે માટે વિવિધ યોજનાના કાર્ડ બનાવી આપવામાં આવે છે, ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. જેમાં ભેજાબાજો સરકારી વ

.

હાલ દેશમાં મોટાભાગના લોકો PMJAY કાર્ડ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તેમજ અન્ય કાર્ડ મેળવવા માટે એજન્ટોનો સંપર્ક કરતા હોય છે, ત્યારે આ એજન્ટોને મદદ કરનાર લોકો આઉટસોર્સિંગ વેબસાઈટના કેટલાક મળતિયાઓની મદદથી ડેટા એડિટ કરીને રૂપિયા 800થી 2000 લઇને તેઓ કાર્ડ બનાવી દેતા હતા. આ કૌભાંડમાં એક એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા જેમની પાસે સમય નથી. બીજા એવા લોકો હતા જેમની પાસે કોઇ ડોક્યુમેન્ટ નથી અથવા તેઓ આયુષ્યમાન કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા નથી તેમ છતાં ભેજાબાજો આ લોકોને માસ્ટર આઇડીથી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.

આ સમગ્ર ઘટના ક્રાઈમ બ્રાન્ચની સામે આવી ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વિશ્વાસ ન આવ્યો હતો, પરંતુ જ્યારે ભેજાબાજોએ માત્ર 15 મિનિટમાં ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંગલનું બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યું તો તેઓ પણ ચોંકી ગયા હતા. આ આખું કૌભાંડ દેશવ્યાપી છે અને તેમાં યુપી, બિહાર અને ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ રીતે બનાવતા બોગસ આયુષ્યમાન કાર્ડ

  • સૌ પ્રથમ PMJAY કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા લોકોનો ડેટા આઉટસોર્સિંગ વેબસાઈટમાં અપડેટ કરાતો હતો.
  • જે કોઇ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય તેના માટે ભેજાબાજો માસ્ટર આઇડીનો ઉપોયગ કરતા
  • ભેજાબાજો પાસે છથી સાત માસ્ટર આઇડી હતા.
  • માસ્ટર આઇડીની મદદથી તેઓ વેબસાઈટના સોર્સ કોડમાં એડિટિંગ કરી એક્સેસ મેળવતા હતા.
  • કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર પહેલાંથી જે લોકોના કાર્ડ હતા તેમની ફેમિલી ડિટેઇલમાં નવું નામ એડ કરતા.
  • જે લોકો એલિજેબલ હતા તેમને જાણ ન થાય તે રીતે વેબસાઈટની અંદર બધુ અપડેટ થતું અને ત્યાર બાદ ફેમિલી આઇડી મેળવતા હતા
  • ફેમિલી આઇડી સાથે આધાર કાર્ડની ડિટેઈલ મેચ થતાં જ NFS પોર્ટલ પરથી માત્ર 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ મળી જતું.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વેબસાઈટ અંગે સંસ્થાને જાણ કરી હતી અને આ જે છટકબારી છે તેને શોધવા માટેનો પ્રયાસ કરી તાત્કાલિક બંધ કરવા માટે ધ્યાન દોર્યું હતું.

પોલીસે કબજે કરેલું બોગસ આયુષ્યમાન કાર્ડ.

પોલીસે કબજે કરેલું બોગસ આયુષ્યમાન કાર્ડ.

આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં છ લોકોની ધરપકડ કરી છે. જે લોકો સામન્ય લોકોના ડેટામાં એડિટ કરીને બીજાના નામ ઘૂસાડી દેતા હતા અને તેમના આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાના કાર્ડ બનાવી આપતા હતા. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી હતી ત્યારે એક પીછી એક નવા પત્તા ખુલતા ગયા અને આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અંદાજે 11 જેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા. હજી આ પ્રકરણના વધુ આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પ્રયાસ કરી રહી છે, ત્યારે આ કેસમાં માસ્ટર આઇડી આપનારને શોધવા માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે. જે આ સમગ્ર રેકેટનો જાણકાર હતા.

વેબસાઈટ પર તમામ ડિટેઇલ મેચ કરતા હતા.

વેબસાઈટ પર તમામ ડિટેઇલ મેચ કરતા હતા.

ખ્યાતિ હોસ્પિટલના 150 કાર્ડ કઢાવી આપ્યા હતા ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ભેજાબાજોએ ખ્યાતિ હોસ્પિટલના 150 કાર્ડ કઢાવી આપ્યા હતા. જેમાં ખાસ કરીને જ્યાં કેમ્પ થતા હતા અને જે લોકો સારવાર માટે આવતા હતા અને જેમની પાસે કાર્ડની વ્યવસ્થા નથી તેઓને આ કાર્ડ બનાવી આપ્યા હતા અને તેમની સારવાર પણ આ કાર્ડની લિમિટના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંગલનું બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યું.

ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંગલનું બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવ્યું.

ખ્યાતિકાંડના આરોપીઓ બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતા ઉલ્લેખનીય છે કે, ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો હતો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં સામે આવેલા આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી

  • કાર્તિક પટેલ, અમદાવાદ
  • ચિરાગ રાજપૂત, અમદાવાદ
  • નિમેશ ડોડિયા, અમદાવાદ
  • મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
  • મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
  • નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
  • ઈમ્તિયાજ, ભાવનગર
  • રાશિદ, બિહાર
  • ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
  • નિખિલ પારેખ, અમદાવાદ



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon