Corporate And Personal Tax Collection : કોર્પોરેટ આવક વેરો અને વ્યક્તિગત આવક વેરો દેશ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ વેરો દેશના જીડીપીમાં પણ ખૂબ મહત્ત્વનો છે. કોઈ કંપનીની આવક પરથી વસૂલાતી રકમને કોર્પોરેટ ટેક્સ કહેવામાં આવે છે. વ્યક્તિગત આવક વેરા (PIT) કરતાં કોર્પોરેટ આવક વેરા (CIT)નું કલેક્શન વધુ થયું હોય, તેવું ક્યારેક જ થાય છે. એટલે કે નાણાંકીય વર્ષ 2024-25માં એક એપ્રિલથી 17 ડિસેમ્બર વચ્ચે કેન્દ્ર સરકારને સીઆઈટી કરતા જીઆઈટીમાંથી વધુ વેરો મળ્યો છે.
કોર્પોરેટ આવક વેરો કરતાં વ્યક્તિગત આવક વેરામાંથી વધુ કલેક્શન
નાણાંકીય વર્ષ 2024-25માં એક એપ્રિલથી 17 ડિસેમ્બર દરમિયાન કેન્દ્ર સરકારે સીઆઈટીમાંથી 7,42,607 કરોડ રૂપિયાનું જ્યારે પીઆઈટીમાંથી 7,97,080 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. ઉલ્લેખનીય છે કે, જો કંપનીઓની સ્થિતિ યોગ્ય હશે, તેમનું કામકાજ શારુ ચાલશે તો તેમને આવક પણ વધુ મળશે, જેના કારણે સરકારને કોર્પોરેટ ટેક્સ પણ વધુ મળશે.
CIT કરતાં PITમાંથી 54,473 કરોડનું વધુ કલેક્શન થયું
જો સીઆઈટીની તુલના પીઆઈટી સાથે કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન પર્સનલ ઈન્કમ ટેક્સમાંથી 7,97,080 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. એટલે કે સરકારને સીઆઈટી કરતા પીઆઈટીમાંથી 54,473 કરોડ રૂપિયા વધુ કલેક્શન મળ્યું છે. વ્યક્તિગત આવકવેરામાં તે નાણાંનો સમાવેશ થાય છે જે વ્યક્તિ દ્વારા કર તરીકે ચૂકવવામાં આવે છે.
કોર્પોરેટ ટેક્સ સરકાર માટે આવકના મુખ્ય સ્ત્રોતો પૈકી એક
સામાન્ય રીતે કોર્પોરેટ ટેક્સ સરકાર માટે આવકના મુખ્ય સ્ત્રોતો પૈકી એક છે. નાણાકીય વર્ષ 2000 પછી આ ચોથી વખત છે, જ્યારે દેશમાં પીઆઈટી કલેક્શન સીઆઈટી કરતા વધુ છે. નાણાકીય વર્ષ 2020-21, 2022-23, 2023-24 અને આ વખતે ફરી 2024-25માં આવી સ્થિતિ સર્જાઈ છે.
સરકારને 15.82 લાખ કરોડની ચોખ્ખી આવક થઈ
કુલ ટેક્સ કલેક્શન મામલે 16.45 ટકાનો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25ના આ સમયગાળામાં 15.82 લાખ કરોડ રૂપિયાના ડાયરેક્ટ ટેક્સનું ચોખ્ખું કલેક્શન થયું છે. ગ્રોસ કલેક્શનની દૃષ્ટિએ આ આંકડો 19.21 લાખ કરોડ રૂપિયા બરાબર છે. તેમાં 7.6 લાખ કરોડનો એડવાન્સ ટેક્સ પણ સામેલ છે. વિભાગે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) તરીકે રૂ. 40,144 કરોડ એકત્રિત કર્યા છે. શેર અને મ્યુચ્યુઅલ ફંડ જેવી સિક્યોરિટીઝની ખરીદી પર SIT લાદવામાં આવે છે.
CITમાં 16.7 ટકા અને PITમાં 35 ટકાનો વધારો થયો
એડવાન્સ ટેક્સના કિસ્સામાં CITમાં 16.7 ટકા અને PITમાં 35 ટકાનો વધારો થયો છે. ગયા નાણાકીય વર્ષમાં 19.58 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સ તરીકે એકત્ર થયા હતા. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે 2024-25માં 38.4 લાખ કરોડ રૂપિયાના ગ્રોસ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકમાં રૂ. 22.07 લાખ કરોડનો પ્રત્યક્ષ કર અને રૂ. 16.33 લાખ કરોડનો પરોક્ષ કરનો સમાવેશ થાય છે. આવક અથવા મિલકત પર પ્રત્યક્ષ કર લાદવામાં આવે છે જ્યારે સેવાઓ પર પરોક્ષ કર લાદવામાં આવે છે.