સાતમી મેના રોજ રાજ્યની 25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. આ દરમિયાન દાહોદ લોકસભા બેઠકમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી છે. સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM કેપ્ચર કર્યું હોવાની વાત સામે આવી રહી છે. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ કરી હતી.
Source link