મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SBB કોલેજ ઓફ ફિઝીઓથેરપીમાં જાપાનીઝ ટેક્નોજીનું ઈલેક્ટ્રોમ્યોગ્રાફી અને નર્વ કન્ડક્શન વેલોસિટી સ્ટડી મેડિકલ ટેસ્ટનું મશીન વસાવવામાં આવ્યું છે. આ ટેસ્ટ મશીનથી નસોમાં થતી ઇજા અને માસ પેસીઓને થતી ઈજા કે ડિસઓર્ડરને જાણી શકાશે
.
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને દિલ્હી સરાય રોહિલ્લા ની વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 04065/04066 સાબરમતી-દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ (3 ટ્રીપ)
- ટ્રેન નંબર 04065 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ 23, 26 અને 30 ડિસેમ્બર 2024ના રોજ સાબરમતીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 23.15 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે.
- એ જ રીતે, ટ્રેન નંબર 04066 દિલ્હી સરાય રોહિલ્લા-સાબરમતી સ્પેશિયલ 25 અને 29 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સરાય રોહિલ્લા થી સવારે 8.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 2.10 કલાકે સાબરમતી પહોંચશે.
- આ ટ્રેન માર્ગમાં બન્ને દિશાઓમાં ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનના તમામ કોચ એસી 3-ટાયર કેટેગરીના આરક્ષિત કોચ હશે.
- ટ્રેન નંબર 04065નું બુકિંગ તાત્કાલિક અસરથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલ્લું છે. સ્ટોપેજના સમય અનેસંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.