Eggless Cupcakes Recipe: ક્રિસમસ સ્પેશિયલ કપકેક રેસીપી, મેંદા અને ઇંડા વગર કપકેક બનાવવાની રેસીપી

HomeLatest NewsEggless Cupcakes Recipe: ક્રિસમસ સ્પેશિયલ કપકેક રેસીપી, મેંદા અને ઇંડા વગર કપકેક...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ચૂંટણી પૂર્વે વધુ એક કોંગ્રેસ ધારાસભ્યને ‘કેસરિયો’કરાવવાના પ્રયાસ તેજ!

કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારાને ભાજપમાં લવાશે કોંગી MLAના ભાઈ ખૂન કેસમાં ફસાયા હોવાથી ગોઠવણની ચર્ચા ST ક્ષેત્રમાં કોંગ્રેસને તોડવા ભાજપની શામ-દામ-દંડ-ભેદની નીતિગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ...

Christmas Special Eggless Cupcakes Recipe: ક્રિસમસ પર કેક ખાવાની મજા જ અલગ હોય છે. નાના બાળક થી લઇ મોટી ઉંમરના લોકોને પણ કેક ખાવી ગમે છે. જો કે મેંદ અને ઇંડા માંથી બનતી કેક ખાવામાં સંકોચ અનુભવે છે. જો તમે પણ કેક કે કપ કેક ખાવાના શોખીન છે તો અહીં મેંદા અને ઇંડા વગર બનેલી ટેસ્ટી કપ કેક રેસીપી વિશે જણાવી રહ્યા છીએ. આ કપ કેપ રેસીપી બહુ સરળ છે અને તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો. આ એગલેસ કપ કેપ તમે નિસંકોચ ખાઇ શકો છો.

સાથે જ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે આ કપ કેક મેંદા વગર પણ બનાવી શકાય છે. આથી તે તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ એગલેસ કપકેક બનાવવાની આ રેસીપી શેફ કૃણાલ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. આવો જાણીએ એગલેસ કપ કેપ બનાવવા માટે કઇ કઇ વસ્તુઓની જરૂર પડશે તેમજ મેંગા અને ઈંડા વગર કપકેક બનાવવાની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ

એગલેસ કપ કેપ રેસીપી બનાવવાની સામગ્રી

  • કપકેક બનાવવા માટે તમારે 1/4 સુગર પાઉડર
  • 1 કપ માખણ
  • 1 કપ દહીં
  • અડધો કપ ચણાનો લોટ
  • અડધી નાની ચમચી ખાવાનો સોડા
  • 1 ચમચી એલચી પાવડર
  • 1 નાની ચમચી વેનીલા
  • 1 કપ વ્હીપિંગ ક્રીમ
  • અડધો કપ ડાર્ક ચોકલેટ

Eggless Cupcakes Recipe : કપકેક બનાવવાની રેસીપી

  • આ માટે સૌ પ્રથમ 3/4 કપ સુગર પાઉડર (ખાંડ બુરુ)માં 1/2 કપ માખણ ઉમેરી 1-2 મિનિટ સુધી સારી રીતે ફેટી લો. આમ કરવાથી માખણ નરમ અને ફ્લકી બની જશે.
  • હવે તેમા થોડું થોડું દહીં ઉમેરો અને ફેટી લો. આ રીતે તમારે એક કપ દહીં ઉમેરીને સારી રીતે ફેટ કરવું પડશે.
  • હવે તેમાં અડધો કપ ચણાનો લોટ ચાળી લો, તેમા 1 ચમચી એલચી પાવડર, અ઼ડધી ચમચી બેકિંગ પાવડર અને નાંખી મેળવી સારી રીતે હલાવતા રહો.
  • આ પછી, તૈયાર કરેલા માખણ અને દહીંમાં ૧ ચમચી વેનીલા ઉમેરો અને હલાવો.
  • હવે, બેસનમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને બરાબર હલાવીને જાડું ખીરું બનાવી લો.
  • તૈયાર કરેલું ચણાના લોટનું ખીરું કેક મોલ્ડમાં અડધું ભરીને ઓવનમાં 180 ડિગ્રી તાપમાન પર 20 થી 22 મિનિટ સુધી બેક કરી લો.
  • આ દરમિયાન ડાર્ક ચોકલેટ ઓગાળી લો.
  • ચોકલેટ પીગળી જાય ત્યારે તેમા 2 કપ વ્હીપિંગ ક્રીમ થોડુંક થોડુંક ઉમેરી ફેટ કરી લો.
  • આ પછી તૈયાર કરેલી ચોકલેટને પાઇપિંગ બેગમાં ભરો અને તેને 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો.
  • નિયત સમય બાદ તૈયાર ચણાના લોટની કેકની ઉપર ફ્રિજમાં રાખેલી ચોકલેટ લગાવી તૈયાર કરી લો. તમે ઇચ્છો તો ચોકલેટની જગ્યાએ કેક પર ક્રીમ પણ લગાવી શકો છો.
  • તમારે ટેસ્ટી એગલેસ કપકેક તૈયાર છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon