Dwarka Rain: યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

HomeDevbhumi DwarkaDwarka Rain: યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ, રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જામ ખંભાળીયામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. આ ધોધમાર વરસાદને લઈને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા.

દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને અનેક જગ્યા પર વરસાદ વરસ્યો હતો. ત્યારે જામ ખંભાળીયામાં વરસાદી પાણી ભરાય ગયા હોવાના કારણે સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ ગયા હતા. ધોધમાર વરસાદનાં કારણે રસ્તા પર ઘુંટણી સુધી પાણી ભરાય ગયા હતા. મળતી માહિતી મુજબ, ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગની આગાહીને પગલે યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા. 

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે. અરબ સાગરમાં ડિપ ડિપ્રેશન થવાની શક્યતા હતી. જોકે, સિસ્ટમ એક સ્ટેપ પાછળ છે અને ડિપ્રેશનમાં છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવા છતાં ગુજરાતથી દૂર છે. કારણ કે, ડિપ્રેશનના લેયર ઘણાં સ્ટ્રોંગ હતા જેને લીધે વરસાદ વરસી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમમાં લેયરનો ભેજ છે જેથી આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદ થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળાની આસપાસના જિલ્લામાં વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી

  • દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
  • સુરત, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી
  • તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં રહેશે ભારે વરસાદ
  • રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે
  • જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી
  • અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી
  • અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમથી વરસાદ રહેશે

આ સાથે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં પણ 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને એકલ દોકલ વિસ્તારોમાં વરસાદ આવે તેવું અનુમાન છે. કચ્છમાં તીવ્રતા ઓછી રહેશે. આગામી 22 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તો કચ્છના દરિયા કાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો અને સામાન્ય વરસાદ થઈ શકે છે. આમ ગુજરાતવાસીઓને આગામી 23 ઓક્ટોબરથી વરસાદમાંથી મુક્તિ મળશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon