દ્વારકામાં દીપાવલી પર્વ પર યાત્રિકો દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે સાથે વેપાર ઉદ્યોગમાં પણ ચમક જોવા મળી રહી છે
દ્વારકામાં દીપવલી અને નવા વર્ષના પ્રારંભે યાત્રિકોનો જમાવડો દ્વારકા આવી પહોંચ્યો છે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા યાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે. ભક્તોમાં પણ આનંદની લાગણી છવાઈ છે ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરવા ખાસ ભક્તો ભારત ભરમાંથી અહીં દર્શનાર્થે આવતા હોય છે અહીં દીપાવલી પર્વ પર ભક્તો મંગલાં આરતી તેમજ ભગવાન ના વિવિધ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવતા હોઈ છે.
આ વર્ષે દ્વારકામાં રોનક જોવા મળી રહી છે. દીપાવલી પર્વ પર યાત્રિકોની અવરજવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થયો છે હોટેલોમાં અત્યારથી ઓનલાઈન, ટ્રાવેલ એજન્ટ મારફતે તેમજ ફોન દ્વારા અગાઉથી હોટેલોમાં રૂમો બુક કરાવી રહ્યા છે દીપાવલી પર્વ દ્વારકાના રેસ્ટોરન્ટ,સહિતના નાના મોટા વેપારીઓ તેમજ ટ્રાવેલ્સના ધંધામાં તેજી લાવી છે જેના કારણે યાત્રિકો પર નિર્ભર રહેતા દ્વારકા નગરીમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
દ્વારકા જેવી નગરી વર્ષોથી માત્ર યાત્રિકો પર નિર્ભર રહેલી છે જ્યાં પ્રવાસન ક્ષેત્રે દ્વારકા ચોથું ધામ કહેવાય છે ત્યારે આ દીપાવલી પર્વ પર યાત્રિકોની અવરજવર વધતા દ્વારકાવાસીઓ તેમજ પૂજારી પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકાના સુંદર દરિયા કિનારે ગોમતીઘાટ તેમજ શિવરાજપુરબીચ સહિતના વિસ્તારોમાં માનવ મેદની ઉંમટી રહી છે ગોમનીઘાટ માં દીપાવલી પર્વ વિશેષ સ્નાન સાથે દર્શનનો અનેરો મહિમા હોઈ નવા વર્ષની શરૂઆત લોકો ખાસ દીપાવલી પર્વ અને નૂતન વર્ષના પ્રારંભે અહીં યાત્રિકો આવી રહ્યા છે
હાલ દીધવલી પર્વ દ્વારકા માટે રાહતના સમાચાર લઈને આવી હોય દિવાળી સુધરશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે તેવી આશાઓ સાથે યાત્રિકોની અવરજવર જેમ વધી રહી છે તેમ વેપાર ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે ફોટોગ્રાફર હોઈ કે પ્રસાદી વેચનારા લોકો હોઈ કે રીક્ષા ચાલક હોઈ તમામ લોકોના મોટે હાલ સ્મિત જોવા મળી રહ્યું છે દીપાવલી પર્વ પર ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરવા માટે ભક્તો ખાસ દ્વારકા આવતા હોય છે ત્યારે આ દિવાળી દ્વારકા માટે ખુશીની લહેર લઈને આવી છે જે પ્રમાણે ભક્તોની ભીડ જોવા મળી રહી છે તે મુજબ આ દિવાળી દ્વારકવાસીઓ માટે પણ સુખદ રહેશે અને ભક્તો માટે વિશેષ રહેશે.