દ્વારકાના દરિયામાં ભારે કરંટ હોવાથી ઊંચા ઊંચા મોછા ઉછળતા હતાં. આ સમયે ગોમતી ઘાટ નજીક કોઈ સિક્યુરિટી કે પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો નહોતો. પ્રવાસીઓ દરિયામાં અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતા હતાં. વેકેશનનો સમય હોવાથી દ્વારકામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. લોકો ગોમતી નદીમાં સ્નાન કરવાની મજા માણી રહ્યાં છે. આ સમયે સાત પ્રવાસીઓ ડૂબ્યા હતાં. 4 યુવક અને 3 યુવતી ગોમતી નદીમાં સ્નાન કરતા ડૂબ્યા હતાં. જેમને બચાવવા તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને કલેક્ટર દ્વારા ગોમતી ઘાટ પર ન્હાવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
એક મહિલાનું મોત થયા બાદ તંત્રની આંખો ખુલી
વેકેશનનો સમય હોવાથી દ્વારકામાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો હતો. દરિયામાં ભારે કરંટ હોવા છતાં પ્રવાસીઓ દરિયામાં અને ગોમતી નદીમાં જોખમી સ્નાન કરતાં હતાં. આ દરમિયાન તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગી હતી. લોકોની જોખમી મોજ રોકવા માટે સિક્યુરિટી પણ નહોતી. પોલીસ સ્ટાફ કે તંત્રનો કોઈ અધિકારી કે કર્મચારી પણ ત્યાં હાજર નહોતો. આજે ગોમતી નદીમાં સાત લોકો ડૂબ્યા હતાં અને તેમાં એક મહિલાનું મોત થયા બાદ તંત્રની આંખો ખુલી છે.
ડૂબવાની ઘટના બાદ નદીમાં ન્હાવા પર પ્રતિબંધ
દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા ગોમતી નદીમાં ડૂબવાની ઘટના બાદ નદીમાં ન્હાવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રવાસીઓને નદીથી દૂર કરવામાં આવ્યાં છે. ગોમતીઘાટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ છે અને કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જો પહેલાથી જ આ પ્રકારની કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટનાને રોકી શકાઈ હોત. સાત લોકોમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે અને એક મહિલા હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.
[ad_1]
Source link