દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ટાટા કંપની સામે પ્રદુષણ નિયંત્રણ સામે એક જાગૃત નાગરિક દ્વારા અન્ન જળ ત્યાગ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા તાલુકામાં આવેલ મીઠાપુર ટાટા કંપની આસપાસ દેવરા હમુસર પાડલી ભીમરાણા આરંભડા જેવા અનેક ગામો ઝેરી કેમિકલ્સ યુક્ત પાણી તેમજ કંપની દ્વારા રજકંણ નું ભયંકર પ્રદુષણ ફેલાય છે.
દેવરામ વાલા 13 વર્ષથી પ્રદુષણ નિયંત્રણ કરી રહ્યા છે લડત
સમગ્ર મામલે દ્વારકા તાલુકાના દેવપરા ગામના દેવરામ વાલાએ આજે અન્ન જળ ત્યાગ કરી પ્રાંત અધિકારી કચેરી ખાતે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી લડત શરૂ કરી છે. અંદાજે છેલ્લા 13 વર્ષથી દેવરામ વાલા ટાટા કંપની સામે પ્રદુષણ નિયંત્રણ સામે લડી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી, ગાંધીનગર તેમજ છેલ્લે રાષ્ટ્રપતિને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
જાગૃત નાગરિકે અન્ન જળ ત્યાગ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ
દરેક અધિકારી પદાધિકારી ટાટા કંપની મીઠાપુર કંપનીના પ્રદુષણ ઝેરી કેમિકલ્સના સેમ્પલ લેવાયા નોટિસ ફટકારી પણ માત્રા કાગળ પર. આખરે આજે દેવરામ વાલા મીઠાપુર ગામે આવેલ ટાટા કંપની સામેની લડત કરી પ્રાંત કચેરી ખાતે અન્ન જળ ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.