Dwarka જવા પગપાળા નીકળેલા અનંત અંબાણી આ ખતરનાક બિમારીથી પિડીત છે

0
5

ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હાલમાં જામનગરથી દ્વારકા પગપાળા યાત્રા કરી કરી રહ્યા છે. વજન વધારે હોવાને કારણે કદાચ તેમને ચાલવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો તેમનું વજન સતત કેમ વધી રહ્યું છે? થોડા વર્ષો પહેલા તેણે 108 કિલો વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે પોતાનું વજન મેન્ટેન રાખી શક્યા નહોતા. તેની પાછળનું એક મોટું કારણ તેની બીમારી છે, જેના કારણે તે પોતાના વજનને કાબૂમાં રાખી શકતા નથી.

આ ગંભીર બિમારીથી પિડીત છે અનંત અંબાણી

અનંત અંબાણીને એક ગંભીર બીમારી છે જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે. તેઓ લાંબા સમયથી આ ગંભીર બીમારીથી પીડિત છે જેનું મુખ્ય કારણ તેમનું વજન વધારો છે.અનંત અંબાણી ક્રોનિક અસ્થમાથી પીડિત છે. આ કારણે, તેમને ઘણી એવી દવાઓ લેવી પડે છે જેના કારણે તેમના માટે તેમના વજનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે.

દવાઓની સાઈડ ઈફેક્ટથી વધી ગયું વજન

અનંત અસ્થમાના નિયંત્રણ માટે સ્ટીરોઈડ દવાઓ લે છે. આ દવાઓ વજનમાં વધારો કરે છે.  આ દવાઓના કારણે તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતા નથી અને વધુ કેલરી સેવન કરે છે. તેથી તેમનું વજન વધે છે.

થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. લોકો તેનું પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ બાદમાં દવાઓના કારણે તેનું વજન ફરી વધી ગયું હતું.

શું છે અસ્થમા ?

અસ્થમા એ ફેફસાં સંબંધિત ગંભીર બીમારી છે, જે ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ચેપ લાગે છે અથવા ફેફસાં કોઈ કારણસર યોગ્ય રીતે કામ કરી શકતા નથી. તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here