દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની બહાર ડ્રોન કેમેરો ઉડતા નજરે પડ્યો હતો. જગત મંદિરની ચારેય તરફ ડ્રોન કેમેરો ઉડ્યો હતો અને નો ફ્લાય ઝોન હોવા છતાં આશરે 15 મિનિટ સુધી ડ્રોનથી શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે આ ડ્રોન કેમેરાની પરમિશન છે કે નહીં.
ગત મંદિરની આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ છતાં શુટ કરવામાં આવ્યું
ડ્રોન કેમેરાએ મંદિરના ફરતે 2 રાઉન્ડ મારીને સતત 15 મિનિટ સુધી શૂટ કર્યુ હતું. જો કે પોલીસે આ ડ્રોન કેમેરાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જગત મંદિર બહાર અજાણ્યા શખ્સે ડ્રોન ઉડાવ્યું છે અને કોની મંજૂરીથી આ ડ્રોન ઉડાવવામાં આવ્યું? તે પણ એક મોટો સવાલ છે. તમને જણાવી દઈએ કે જગત મંદિરની આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવાની મનાઈ છે, તેમ છતાં ડ્રોન દ્વારા શુટ કરવામાં આવ્યું હતું.
દ્વારકામાં ધોર અંધારી રાસ ઉત્સવનું આયોજન
કૃષ્ણ નગરી દ્વારકામાં વીરબાઈ નવરાત્રિ મહોત્સવમાં મહા ધોર અંધારી રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં આવેલા વીરબાઈ નવરાત્રિ મહોત્સવમાં દ્વારકાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ધોર અંધારી રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના મંડપમાં નવદુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપ પ્રગટ થતાં લોકોએ જાણે સાક્ષાત સ્વરૂપમાં માં નવદુર્ગાના દર્શન કર્યા હતા અને હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને ધોર અંધારી રાસ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.