Dwarkaમાં સ્ટંટ કરતા 13 બાઇકચાલકો ઝડપાયા, પોલીસે બાઈક ડિટેઈન કરી નોંધ્યો ગુનો

    0
    7

    દ્વારકામાં સ્ટંટ કરતા 13 બાઇક ચાલકો ઝડપાયા છે, જેમાં પોલીસે ઓવર સ્પીડિંગ, બેફામ બાઇક હંકારનારને ઝડપ્યા છે, ટ્રાફિક પોલીસે નાઇટ પેટ્રોલિંગમાં કાર્યવાહી કરી છે, બેફામ બાઇક ચાલકોને કાયદાનું કરાવ્યુ ભાન અને બાઈક જપ્ત કરીને જેલના સળીયા ગણતા કરી દીધા છે, અગાઉ પણ પોલીસે 12 સ્ટંટ ચાલકોને પોલીસે ઝડપ્યા હતા.

    દ્વારકામાં સ્ટંટ કરતા 13 બાઇક ચાલકો ઝડપાયા

    દ્વારકામાં જાહેર રોડ પર ઓવર સ્પીડ અને ભયજનક રેસિંગ તેમજ સ્ટંટ કરતા 13 બાઇક ચાલકો ઝડપાયા છે, જિલ્લા ટ્રાફિક પોલીસે અલગ-અલગ વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરતા 13 બાઇક ચાલકોને ઝડપી પાડયા છે, રેસિંગ અને સ્ટંટ તેમજ ભયજનક રીતે બાઇક ચલાવતા બાઇક ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું અને તમામ બાઇક ચાલકો વિરુદ્ધ એમ.વી.એકટ, મુજબ કાર્યવાહી કરાઇ છે.

    લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરતા

    પોલીસે પેટ્રોલિંગ કર્યુ તે દરમિયાન સામે આવ્યું કે અમુક નબીરાઓ બેફામ રીતે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા હતા અને જાહેર રોડ પર સ્ટંટ કરી લોકોને ખુશ કરતા હતા, એક સાથે 13 વાહનચાલકો સ્ટંટ કરતા હતા તો પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે, તો અમુક વાહનચાલકો તો એવા છે કે તેમની પાસે લાયસન્સ પણ નથી અને તે લોકો વાહન લઈને નીકળ્યા હતા, પોલીસનું કહેવું છે કે આગામી સમયમાં પણ જે લોકો સ્ટંટ કરશે અથવા પોલીસને માહિતી મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here