દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર શાંતિ અને સલામતીના હેતુસર તા. 28 જુલાઈ સુધી દ્વારકામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકાયો છે. અત્યારે દ્વારકામાં વરસાદી માહોલના પગલે દરિયો ગાંડોતુર બન્યો છે અને 20 થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય બનતા અત્યારે દ્વારકામાં સહેલાણીઓના ઘોડાપુર જોવા મળ્યા. એકબાજુ દરિયામાં કરંટ જોવા મળ્યો છે તો બીજી બાજુ દરિયાઈ સરહદી સુરક્ષાને પગલે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકાયો છે.
સુરક્ષાને પગલે ડ્રોન મામલે લેવાયો નિર્ણય
હાલમાં તપાસ એજન્સી દ્વારા દેશભરમાં હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં પાકિસ્તાન તરફથી જાસૂસી કરવાના કિસ્સાઓ સામે આવતા ફરી સુરક્ષાને પગલે ડ્રોન મામલે આ નિર્ણય લેવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રોન ઉડાવવા મામલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. જે અંતર્ગત જાહેર શાંતિ અને સલામતીના હેતુસર તા. 30-05-2025થી તા. 28-07-2025 સુધી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ લોકોને પ્રતિબંધમાંથી મુક્તિ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ મળેલ સત્તાની રૂએ આ આદેશો કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023 ની જોગવાઈઓ અનુસાર સજાને પાત્ર થશે. રીમોટ સેન્સીંગ, માઈનિંગ, આંતરિક સુરક્ષા, ડિફેન્સ વગેરેને આ આદેશોમાંથી મુકિત આપવામાં આવી છે.
દ્વારકા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
અગાઉ દ્રારકા જિલ્લામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સ્થિતિને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા કે કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. દરમિયાન બંને દેશો વચ્યુચે યુદ્ધ વિરામના પગલે દ્વારકાધીશ મંદિર ફરી ભક્તો માટે ખુલ્લું રાખવાનો લેવાયો નિર્ણય.. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે દ્વારકાના દરિયામાં અત્યારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટ હોવાથી ન્હાવા માટે પ્રતિબંધ મૂકાયો છે. વરસાદી માહોલના પગલે દ્વારકા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
[ad_1]
Source link