ગુજરાતનો દરિયાકાંઠે ઘણીવાર ડ્રગ્સ પેડલર અને ડ્રગ્સ માફિયાઓ દ્વારા ચરસ, ગાંજો, કોકેઈન ગેરકાયદેસર રીતે ઘૂસેડવામાં આવતું હોય છે. જે તેમના સાગરિતો સમુદ્ર કાંઠેથી પેકેટ્સ લઈ લેતા હોય છે. માદક પદાર્થો મળવાનો સિલસિલો હજી પણ યથાવત્ત છે. તો ઘણીવાર પેકેટ્સ બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે. તો દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.જે મામલે કલ્યાણપુર પોલીસે જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકાના દરિયાકાંઠે ચરસ મળ્યું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી બિનવારસુ હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામના દરિયા કાંઠેથી 13.239 કિલો અફઘાની ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો.જે બાબતે કલ્યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. તો અગાઉ પણ દ્વારકા અને કચ્છના દરિયા કાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસના પેકેટ્સ મળી આવ્યા છે.
કલ્યાણપુર પોલીસે ચરસ જપ્ત કર્યું
ગોજીનેશ ગામના દરિયાકિનારેથી 6 કરોડની કિંમતનો 13.23 કિલો ગ્રામ ચરસનો જથ્થો મળી આવતા પોલીસ સતર્ક બની હતી. કલ્યાણપુર પોલીસે ચરસના જથ્થાને કબ્જે કર્યો હતો. તો સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે વધુની કાર્યવાહી હાથ ધરી હતી. તો અગાઉ કચ્છના દરિયા કિનારેથી પણ પોલીસને બિનવારસી હાલતમાં ચરસના પેકેટ્સ મળી આવ્યા હતા. જેને પોલીસે કબ્જે કરીને તપાસ કરી હતી.
[ad_1]
Source link

