![]()
સોનગઢ અને વ્યારા તાલુકાની જીવાદોરી ગણાતા મીંઢોળા નદી પરના ડોસવાડા ડેમના ઉપરવાસમાં ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમ બુધવારે સવારે છલકાયો, જેનાથી આ વિસ્તારના ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ ડેમની સમુદ્ર સપાટી થી ઊંચાઈ 415 ફૂટ છ
.
છેલ્લા બે-ત્રણ દિવસથી સોનગઢ તાલુકાના જંગલ વિસ્તાર એટલે કે ઓટા, મલંગદેવ અને આસપાસના વિસ્તારોમાં તથા ડાંગમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વરસાદના પાણીની આવક મીંઢોળા નદી દ્વારા ડોસવાડા ડેમમાં થઈ હતી. મંગળવારે સાંજ સુધીમાં ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો.જોકે, એ પછી બુધવારે સવારે ડેમ છલકાઈ ગયો હતો.ડોસવાડા ડેમમાં હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના હિસાબે 3.43 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે, ડોસવાડા ડેમ છલકાતાં સોનગઢ અને વ્યારાના હેઠવાસના દસ ગામના સરપંચો અને તલાટીઓને તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
[ad_1]
Source link

