Dholka: વટામણ પીપળી હાઇવે પર ઓવરલોડ માટી ભરીને દોડતા ડમ્પર હજુય બેફામ

0
6

ધોળકાના વટામણ પીપળી બગોદરા હાઈવે પર તાજેતરના કમોસમી વરસાદના વિરામ બાદ ફરી તંત્રના નીતિ નિયમોને નેવે મુકીને ઓવરલોડ માટી ભરીને ડમ્પર માતેલા સાંઢની જેમ પુનઃ દોડી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ, જિલ્લા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ, ધોળકા પ્રાંત, મામલતદાર સહિતના તંત્રવાહકો દ્વારા અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મુકતા ડમ્પર ચાલકો સામે શા માટે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથીનો પ્રશ્ન પંથકના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. અગાઉ પુરપાટ ગતિએ દોડતા ડમ્પરના કારણે જીવલેણ અકસ્માત સર્જાઈ ચૂકયા છે. ત્યારે જવાબદાર તંત્રવાહકો દ્વારા સત્વરે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ ધોળકા પંથકની પ્રજા ઈચ્છી રહી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here