Home Dholka Dholka: શ્રી રામ ફરસાણની દુકાનમાંથી લીધેલા ખમણમાં કાનખજૂરો નીકળ્યો..!

Dholka: શ્રી રામ ફરસાણની દુકાનમાંથી લીધેલા ખમણમાં કાનખજૂરો નીકળ્યો..!

Dholka: શ્રી રામ ફરસાણની દુકાનમાંથી લીધેલા ખમણમાં કાનખજૂરો નીકળ્યો..!

ધોળકામાં જૂના બસ સ્ટેન્ડના ગેટની સામે શ્રી રામ ખમણ હાઉસમાં ખમણમાં કાન ખજૂરો નીકળ્યો હતો. જેના પગલે ગ્રાહકે તેનો વીડિયો બનાવી પંથકમાં વાયરલ કર્યો હતો.

ધોળકામાં જૂના બસ સ્ટેન્ડના ગેટની બહાર શ્રી રામ ખમણ હાઉસ આવેલું છે. જ્યાં ખમણમાં કાન ખજૂરો નીકળવાની ઘટના સામે આવી છે. શ્રી રામ ખમણ હાઉસમાં તા.11મીએ બપોરના સમયે નાસ્તો કરવા એક ગ્રાહક આવ્યો હતો. ત્યારે તેણે 1 પ્લેટ ખમણનો ઓર્ડર આપ્યો હતો. ગ્રાહકને ખમણની ડિસ આપી હતી. ત્યારે ખમણમાં કાન ખજૂરો ગ્રાહકને નજરે પડયો હતો. ખમણમાં કાન ખજૂરો નીકળતા ગ્રાહક રોષે ભરાયો હતો અને ગ્રાહકે ખમણના દુકાનદારને બોલાવીને ડીસ બતાવી હતી. ત્યારે દુકાનદારે વળતો જવાબ આપ્યો હતો કે ખમણમાં ક્યાં સાપ નીકળ્યો છે. તો બુમાબૂમ કરો છો. ખાલી કાન ખજૂરો તો છે. તમારા ખમણના પૈસા પાછા લઈ લો તેમ કહીને જવાબ આપ્યો હતો. ગ્રાહકે તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. ત્યારે શહેરમાં ધારાધોરણ વગર ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક જનતામાં માંગ પણ ઉઠવા પામી છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here