Dholka: લાખોનું ફુલેકું ફેરવી બે શખ્સો રફુચક્કર

0
19

ધોળકામાં રૂપિયાના રોકાણમાં ઊંચું વ્યાજ અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી બે શખ્સોએ 31 લાખ રૂપિયા પડાવી ઠગાઈ કરી છે. ધોળકાની સાંઈ નમન મિત્ર મંડળ નામની મંડળી થકી 31 લાખની રકમની છેતરપિંડી અંગે ધોળકા પોલીસ મથકમાં હંસાબેન ઝાલાએ મંડળીના હિતેષ મકવાણા અને ભાવેશ મકવાણા બંને રહે. બદરખા, તા.ધોળકા, જિ. અમદાવાદ વિરુદ્ધ રોકાણમાં ઊંચું વ્યાજ અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડીનો ખેલ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ધોળકાના કલિકુંડ ખાતે સાંઈ નમન મિત્ર મંડળ નામની મંડળીની ઓફ્સિ ખોલી હિતેશ મકવાણા અને ભાવેશ મકવાણા નામના શખ્સોએ કેટલાક લોકોને 18 ટકા વ્યાજ આપવાની લાલચ સાથે આ મંડળીમાં પૈસા રોકવા તૈયાર કર્યા હતા. જે અંતર્ગત હંસાબેન ઝાલા અને તેમનાં સંબંધીઓને આ લોભામણી સ્કીમ અંગે વારંવાર સમજણ આપી ઊંચું વ્યાજ મળવાનું છે. અને મોટો આર્થિક લાભ થવાનો છે. તેવો વિશ્વાસ આપી આ બંને લોકોએ તબક્કાવાર રીતે હંસાબેન અને અન્ય કેટલાક લોકો પાસે 18 %ના ઊંચા વ્યાજે ડિપોઝીટો લીધી હતી. જેમાં શરૂઆતના મહિનામાં વ્યાજની રકમ આપ્યા બાદ આ બંને ઈસમો તેમની ઓફ્સિ બંધ કરી રફુચક્કર થયા હતા. આ બંને શખ્સોએ લોભામણી સ્કીમ બતાવી 31 લાખ રૂપિયા લોકો પાસેથી ઠગી લીધા હતા. અને ત્યારબાદ તેઓ ફરાર થયા છે. મંડળીના નામે લોકો સાથે ઊંચા વ્યાજની લાલચ આપી ઠગાઈ કરતા આ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં હંસાબેન ઝાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે બંને શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here