ધોળકા શહેરમાં આવેલ જુના સ્વામિનારાયણ મંદિર પાસે છેલ્લા ઘણા દિવસથી ગટર લાઈનનુ કામ ચાલે છે. જેના કારણે મંદિરમા દર્શન કરવા આવતા જતા લોકોને ખુબ જ તકલીફ્ પડે છે. સ્થાનિક લોકોએ ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગૃપ નો સંપર્ક કરી આ કામ ઝડપી પુર્ણ કરાવવા રજુઆત કરી હતી. આથી બુધવારના રોજ જુના સ્વામિનારાયણ મંદિર વિસ્તારની ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગૃપના સભ્યો એ રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. આ કામ ધોળકા નગરપાલિકા દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
[ad_1]
Source link

