Dholka: ત્રાસદ ચોકડી પાસે યમદૂત સમા ડમ્પરે બાઇકસવારને કચડયો

0
7

ધોળકા વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફમ બન્યા છે. ઓવરલોડ ડમ્પર રેતી, માટી, કપચી સહિતના ખનીજ ભરી માતેલા સાંઢની જેમ શહેર પરથી પસાર થઈ રહ્યા છે. તેમ છતાં તંત્રને આવા ડમ્પર દેખાતા નથી. અને કોઈ કાર્યવાહી કરાતી નથી. એથી અવારનવાર જીવલેણ અકસ્માત પણ સર્જાતા રહે છે. ત્યારે ધોળકા પાસેના બગોદરા ખેડા રોડ પર ત્રાસદ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઇક સવારને કચડી નાંખી અકસ્માત સર્જ્યો હતો. બાઈક સવાર ત્રાસદ રોડ પરની કોનકોર્ડ કંપનીમાં નોકરી કરતો હતો. શરદ કાલે નામની વ્યક્તિ કંપનીમાં બુધવારે રાત્રિના સમયે નોકરી પર બાઇક લઈને જતા હતા. તે દરમિયાન ત્રાસદ ચોકડી પર પૂરપાટ ગતિએ કાળ બની આવેલ ડમ્પરે બાઇક સવાર વ્યક્તિને અડફેટમાં લઈને કચડયો હતો. એથી બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ઘટના સ્થળે 108 તેમજ પોલીસ સ્ટાફની ટીમ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સ્થળે જ અંદાજે પાંચ કિલોમીટર દૂરના અંતરે પોતાનું ડમ્પર રોડની સાઇડમાં ઉતારી નાસી છુટયો હતો. ધોળકા ટાઉન પોલીસ મૃતકના મિત્રની ફરિયાદ આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here