- અમદાવાદના ધોળકામાં મહિલા પર દુષ્કર્મ
- મહિલા પર દુષ્કર્મ આચરી મહિલાની પુત્રીની હત્યા
- દુષ્કર્મ બાદ મહિલાની પુત્રીને ટ્રક નીચે ફેંકી
અમદાવાદમાં છેલ્લા કેટલાંક સમયથી દુષ્કર્મ સહિત ગુનાખોરીના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં, એક ટ્રક ડ્રાયવર દ્વારા એક મહિલા સાથે દુષ્કર્મ આચાર્યા બાદ મહિલાની પુત્રીની કરપીણ હત્યા કરી નાખી. જોકે, પોલીસ હત્યારા ટ્રક ડ્રાયવરને પકડી પાડ્યો છે.
ચોંકાવનારી આ ઘટના અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ધોળકાથી સામે આવી છે. જેમાં, એક ટ્રક ડ્રાયવર દ્વારા પહેલા તો એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ટ્રક ડ્રાયવરે મહિલા સાથે ટ્રકમાં જ દુષ્કર્મ આચાર્યા બાદ મહિલાની પુત્રીને ટ્રકની કેબિનમાંથી બહાર ફેંકી દીધી હતી. પુત્રીને બહાર ફેંક્યા બાદ બળાત્કારી ટ્રક ડ્રાયવરે પુત્રી પર ટ્રક ચઢાવી દઈને તેની નિર્મમ હત્યા કરી કાઢી હતી.
મહત્વનું છે કે, મહિલાએ ટ્રક ડ્રાયવર પાસે મહિલાએ માત્ર લિફ્ટ માંગી હતી. જોકે, લિફ્ટ આપવાના બહાને ટ્રક ડ્રાયવરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની પુત્રીની હત્યા કરી નાખી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં એક કારચાલક મહિલાની મદદે આવ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ ટ્રક ડ્રાયવરને પકડી પાડીને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.