ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આજે ખાસ તપાસ દરમિયાન નગરપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સર્વિસ સ્ટેશન ચલાવનારા કેટલાક વેપારીઓ ગેરકાયદેસર રીતે નળજોડાણ દ્વારા પાણીનો ઉપયોગ કરી રહ્યા હોવાના તારણ પર, કુલ 4 (ચાર) નળ જોડાણ તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા હતા. નગરપાલિકા ચીફ્ ઓફ્સિર રૂડાભાઈએ જણાવેલ કેપાણીનો દુરુપયોગ અટકાવવા અને કાયદેસર વ્યવસ્થાને જળવાઇ રાખવા માટે આ કાર્યવાહી કરવામાટે નગરપાલિકા પાણી પુરવઠા અધિકારી. રામભાઈ સોલંકી ને જવાબદારી આપી જણાવ્યું છે.
નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદેસર રીતે પાણીનો ઉપયોગ કરે અને જો કોઈ ગેરકાયદેસર જોડાણ જોવા મળે તો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવી.આ પ્રકારની કાર્યવાહી હવે નિયમિત રીતે ચાલતી રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે.
[ad_1]
Source link