ધાનેરા તાલુકાના થાવર ગામની સીમમાં પોતાના બાપ દાદાના સમયથી જે રસ્તા પર અવર જવર હતી એ રસ્તો બંધ કરી લોખંડનો દરવાજો લગાવી નાખ્યો હતો.જેને લઇ બીજી તરફ્ રહેતા ખેડૂતોને અવરજ જવર બંધ થઈ ગઈ હતી.
જેમાં બીમાર પશુઓની સારવાર માટે વેટેનરી ડોકટર બોલવવો કે પછી શાળાએ જતા બાળકો કે દૂધ મંડળીએ જતા પશુપાલકો અનેક પરિવારો બંધ રસ્તાથી હેરાન પરેશાન થઈ ઉઠયા હતા.જેને લઇ સ્થાનિક ખેડૂતોએ ધાનેરા મામલતદારમાં બંધ રસ્તા બાબતે પુરાવા નકશા સાથે રજૂઆત કરી હતી.જેને લઇ આખરે 7 માસ બાદ ધાનેરા મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવા માટેનો આદેશ આપતાં આજે ધાનેરા પોલીસ બંદોબસ્તની સાથે ધાનેરા મામલતદાર માધવીબેન મહેતા સાથે રેવન્યુ વિભાગે રસ્તો ખુલ્લો કરાવ્યો છે. દિવાળીના તહેવાર સમયે ખેડૂત પરિવારોની સળગતી રજૂઆતનો અંત આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.