Home Dhandhuka Dhandhuka: 22 ગામના દસ્તાવેજની પ્રક્રિયા બે વર્ષથી બંધ

Dhandhuka: 22 ગામના દસ્તાવેજની પ્રક્રિયા બે વર્ષથી બંધ

Dhandhuka: 22 ગામના દસ્તાવેજની પ્રક્રિયા બે વર્ષથી બંધ

ધોલેરા સર વિસ્તારના 22 ગામોના દસ્તાવેજ બે વર્ષથી ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે થતા નથી. એથી સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ દેખાઈ રહ્યો છે. સરકાર એક તરફ્ વિકાસની વાતો કરે છે. ત્યારે બીજી તરફ્ સરકાર દ્વારા ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બે વર્ષથી 22 ગામોના વી.પી.નંબરના દસ્તાવેજો બંધ કરવામાં આવ્યાં હોવાથી સ્થાનિકો મોટી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને એ સમજાતું નથી કે કયા કારણોથી દસ્તાવેજનું કામ બંધ કરવામાં આવ્યું છે.

વધુમાં મળતી માહિતી મુજબ એક બે ગામમાં કેટલીક ગેરરીતિઓ થોડા વર્ષ પહેલા બહાર આવી હતી. જેને લઈ સરકારે SITની રચના કરી તપાસ શરૂ કરી છે. પરંતુ તેનેય બે વર્ષ થયા પણ કોઈ નક્કર નિર્ણય આવતો નથી. ત્યારે પાડાને વાંકે પખાલીને ડામ શા માટે એવા વેધક સવાલો ઉઠવા પામ્યા છે. ધોલેરા સરની રચના બાદ આ વિસ્તારમાં જમીનોના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે અસંખ્ય ગેરરીતિઓ પણ બહાર આવી હતી. જેના સરકાર તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહેલ છે. સર વિસ્તારના ત્રણ ચાર ગામમાં ગામ તળના દસ્તાવેજમાં ગેરરીતિ અંગે ફરિયાદો બાદથી તપાસ કમિટી બેસાડવામાં આવી હતી. પરંતુ બે વર્ષથી સર વિસ્તારના તમામ 22 ગામમાં ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજની પ્રક્રિયા સંપૂર્ણ બંધ હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને સરકાર કઈ નીતિથી ચાલી રહી છે. તે સમજાતું નથી તેવું જણાવી એક તરફ્ વિકાસની વાત અને બીજી તરફ્ દસ્તાવેજ થાય જ નહીં આ નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. તાલુકા ગ્રામ્યના લોકોની માંગ છે કે સત્વરે ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

તપાસ કરી ખોટું કર્યુ હોય તેને સજા કરો પણ બાકીના લોકોનો શું વાંક !

સ્થાનિક આગેવાન છોટુભાઈ રાંઘાણીએ જણાવ્યું કે અમને સમજાતું નથી કે સરકારે દસ્તાવેજ કેમ બંધ કર્યા છે. જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ત્યારે 15 દિવસમાં શરૂ થઈ જશે તેવુ જણાવી દેવાય છે. પરંતુ તંત્રના 15 દિવસ પૂરા થતા જ નથી. પાછલા બે વર્ષથી સરના 22 ગામોના વી. પી. નંબરના દસ્તાવેજ ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે થતા જ નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમારી માંગ એટલી જ છે કે જ્યાં ગેરરીતિ હોય ત્યાં તપાસ કરી ખોટું કર્યું હોય તેને સજા કરો પણ બાકીના લોકોનો શું વાંક ?

વી.પી.નંબરના તમામ દસ્તાવેજો બંધ કરાયા છે

આ મામલે ધોલેરા સબ રજીસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરતા મળેલી માહિતી મુજબ આ કચેરીમાં રાજ્ય કક્ષાએથી આવેલ આદેશો મુજબ 33 ગામોના વી. પી. નંબરના તમામ દસ્તાવેજો બંધ કરવામાં આવેલ છે. જે સીટ દ્વારા તપાસ પૂર્ણ થયેથી જે આદેશ મળશે. તે મુજબ કામગીરી શરૂ કરાશે. જ્યારે બાકીના એન. એ. થયેલી જમીનો અને અન્ય દસ્તાવેજોની કામગીરી રાબેતા મુજબ ચાલુ છે. માત્ર વીપી નંબર વાળી મિલકતોના દસ્તાવેજ છેલ્લાં બે વર્ષથી બંધ કરાયેલ છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here