અમદાવાદ જિલ્લામાં ધોલેરા ખાતે નીકળતા એક્સપ્રેસ હાઈવે પર નડતરરૂપ બાંધકામો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તંત્રની ટીમ દ્વારા એક હોટલ પેટ્રોલ પંપ, 200 વર્ષ જૂનું રામટેકરી મંદિર તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુધવારે સવારે અધિક કલેક્ટર અને સીઇઓ તૃપ્તિ વ્યાસ ની આગેવાનીમાં મસ મોટો કાફ્લો ધોલેરા ખાતે પહોંચ્યો હતો અને એક પેટ્રોલ પંપ તથા હોટેલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનથી તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ધોલેરા ખાતેથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેની લઈ રોડમાં અડચણરૂપ બાંધકામો મામલે બુધવારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાંચ વિધા જમીન કે જે 1995માં માલિકો એએનએ કરાવી હતી અને ધંધો કરી રહ્યા હતા. તેમના હોટલ અને ચાલુ પેટ્રોલ પંપના બાંધકામને કોઈપણ નોટિસ વગર તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વળી સરના નિયમ મુજબ વળતર અને અન્ય વૈકલ્પિક જગ્યાની ફળવણી અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જ્યારે સરકારી અધિકારીઓ તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરાઇ રહી હોવાનું રટણ કરતા નજરે પડયા હતા. હાઈવે કામમાં અડચણ હોવા અંગે એક દોઢ વર્ષથી નોટિસ આપવામાં આવી હતી. પરંતુ માલિકોએ ખાલી ન કરતા આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.200 વર્ષ જૂની રામ ટેકરીને હટાવવાની વાતને લઈ મંદિર ખાતે સ્વામિનારાયણના સંતો તથા મંદિરના સેવકો દોડી આવ્યા હતા અને શાસ્ત્ર્રોક્ત વિધિવિધાન મુજબ જ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ અન્ય જગ્યાએ ફેરવી શકાય. ત્યારે તાત્કાલિક રીતે હટાવવાની વાતને લઈ તંત્રના અધિકારીઓ અને સેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. સેવકોએ તંત્ર સામે જો હુકમી કરતા હોવાના અને હિન્દુઓની શ્રદ્ધાને તોડતા હોવાના આક્ષેપ કર્યા હતા.
[ad_1]
Source link