અમદાવાદ જિલ્લામાં ધંધૂકા તાલુકાના પચ્છમ ખાતે આવેલ સરસ્વતી કુમાર બક્ષી પંચ છાત્રાલયમાં કેટલાક વિધાર્થીઓ દ્વારા અન્ય એક વિદ્યાર્થી સાથે અમાનવીય રીતે શારીરિક પીડા આપવા અંગેની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પીડિત દ્વારા ધંધૂકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ધંધૂકા તાલુકાના પચ્છમ ગામે આવેલ સરસ્વતી કુમાર બક્ષી પંચ છાત્રાલયમાં રહેતા કેટલાક વિધાર્થીઓ દ્વારા થોડા દિવસ પહેલા તેમની સાથે જ રહેતા અન્ય એક વિદ્યાર્થીને અમાનુષીય શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલા વાઇરલ થતા સમગ્ર મામલો બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અતિ નિંદનાત્મક ઘટનાના વાઇરલ વીડિયોને જોવો પણ હદય દ્રાવક હતો. ત્યારે આ મામલે પીડિત સગીર અને પરિજનો ધંધૂકા પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા. અને સમગ્ર મામલે આ જઘન્ય કૃત્ય કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે આરોપીઓને ઝડપી પાડવાની પ્રક્રિયા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આવું કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરો
પચ્છમના સરકારી છાત્રાલયમાં કેટલાક વિધાર્થીઓએ એક વિધાર્થી સાથે આચરેલ અમાનુષીય કૃત્યને લઈ લોકોમાં આ ઘટના નિંદાને પાત્ર બની છે. લોકો આવું કૃત્ય કરનાર અને તને પ્રોત્સાહન આપનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
અગાઉ છાત્રાલયમાં છાત્રો ઝઘડયા હતા
ઘટના અંગે થોડા દિવસ પહેલા ધંધૂકા પોલીસમાં અરજી નોંધાઇ હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ છાત્રાલયના વિદ્યાર્થીઓ કથિત રીતે ઝઘડયા હતા અને એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જે સબબની અરજી પણ થઈ હતી અને તેનું સમાધાન પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંચાલકો આટલા દિવસ શું કરી રહ્યા હતા !
સમગ્ર ઘટના અંગે પચ્છમ ખાતે છાત્રાલયના સંચાલકો શું કરી રહ્યા હતા. તે મોટો સવાલ થઈ રહ્યો છે. ઘટનાને આટલા દિવસ થવા છતાં સંચાલકો સમગ્ર ઘટના જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પણ સંચાલક એવું જણાવી રહ્યા છે કે તેઓ વીડિયો વાઇરલ થયા બાદ આખી વાતથી વાકેફ થયા. ત્યારે ઘણા સવાલો સંચાલકો સામે પણ ઉભા થઇ રહ્યા છે.
[ad_1]
Source link

