ધંધૂકા શહેરમાં પાછલા એક સપ્તાહથી બકરીઓની ચોરીઓની ઘટના વધવા પામી છે. 15 ઉપરાંત બકરીઓ ધોળે દિવસે અજાણ્યા તસ્કરો ચોરી કરી રહ્યા છે ત્યારે ધંધૂકા પોલીસ મથકમાં કાળુભાઇ દેસાઈએ લેખિત અરજી કરી પશુ ઉઠાવી જતા તસ્કરોને પકડવા માંગ કરી છે.
ધંધૂકા શહેરમાં પાછલા એક અઠવાડિયામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી 15 ઉપરાંત બકરીઓની ચોરી થવાની ઘટના ઘટતા બકરીના માલિકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. આ મુદ્દે ધંધુકા પોલીસને બકરી માલિક દ્વારા લેખિત અરજી કરી ચોરો સામે કડક કાર્યવાહી કરવાની વધુમાં માંગણી કરવામાં આવી હતી.