
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધૂકા સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના 40 ડફેર સમુદાયના લોકોના છાપરા તોડી પાડવા બાબતે તેઓ રહે છે. તે જગ્યા કાયમી કરીને તેઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાની માંગણી મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને કરવામાં આવી છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ધંધૂકા સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના જુધ- ડફેર સમુદાયના લોકો કાચી વસાહત બાંધીને રહે છે. આ પરિવારો છૂટક મજુરી તેમજ સીમ રખોપું કરીને પોતાનો ગુજારો કરે છે. વર્ષોથી આ પરિવારો તદ્દન અમાનવીય કહી શકાય તેવી સ્થિતિમાં ધંધૂકા કાચી વસાહતમાંમાં રહે છે. આ જગ્યા પર વર્ષોથી રહેતા હોવાના તમામ આધાર પુરાવાઓ પણ તેમની પાસે છે. હવે આ પરિવારો પોતાનું ઘર ઇચ્છે છે.પણ તેમની પાસે પ્લોટના હોવાના કારણે તે શક્ય બનતું નથી.
હાલમાં જ્યાં રહે છે ત્યાં ગત તા.27/03/2025ના રોજ સીટી સર્વે સુપ્રિન્ટેનડેન્ટ ધોળકા દ્વારા આવીને નોટિસ આપીને છાપરા હટાવવા માટેની સૂચના અપાઈ છે. આ પરિવારો છેલ્લાં 15થી 20 વર્ષથી અત્રે વસવાટ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓની પરિસ્થિતિને સમજી તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવાનો ઠરાવ પણ કર્યો છે. ત્યારે અત્રે વસવાટ કરતા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાય તે માટે માંગણી કરાઈ છે. એટલું જ નહીં અત્રે વસવાટ કરતા પરિવારો પાસે આ ગામના મતદાર કાર્ડ અને રેશનકાર્ડ પણ હોવાનું રજૂઆતમાં વધુમાં જણાવાયું છે.
[ad_1]
Source link