અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેર સ્થિત જીઆઇડીસીમાં આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે. ધંધૂકા જીઆઇડીસીની પાછળના ખેતરમાં ખુલ્લામાં રાખેલ બાયોકોલ બનાવવા માટેના કાચા મટીરિયલમાં અચાનક આગ લાગી હતી. આ આગે ગણતરીના સમયગાળામાં જ વિકરાળ સ્વરૂપ લેતા બાજુમાં આવેલ યશ ઇન્ડસ્ટ્રીઝમાં રાખેલ કપાસ ને પણ પોતાની લપેટમાં લીધો હતો. 20 કલાક સુધી સતત આગ ચાલુ રહી હતી. ધંધૂકા, બરવાળા, બોટાદ અને ધોળકા નગરપાલિકા ફાયરબ્રિગેડના ફાયર ફાઈટર દ્વારા અને લાશ્કરોની ભારે જહેમત બાદ આગ પર મહદ અંશે કાબુ મેળવવામાં સફ્ળતા મળી હતી. આગમાં લાખો રૂપિયાનું બાયોકોલ મટીરીયલ અને કપાસના જથ્થાને નુકસાન થયું હતું.
ધંધૂકા જીઆઇડીસી ખાતે આવેલ બાયોકોલ બનાવતી કંપની દ્વારા જીઆઇડીસી પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં બાયોકોલ બનાવવા માટેનો કાચા માલનો 1500 ટન ઉપરાંતનો જથ્થો પાથરેલ હતો. જેમાં અચાનક આગ લાગી હતી. આ આગે અચાનક વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. અને બાજુમાં આવેલ યશ ઇન્ડસ્ટ્રીઝમાં રાખેલ કપાસના જથ્થામાં પણ આગ પ્રસરી હતી. આગને સ્થાનિક યુનિટો દ્વારા કાબુમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અંતે બનાવની જાણ થતાં જ મોડી રાત્રે મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. આગને કાબુમાં લેવા ધોળકા, ધંધૂકા, બોટાદ, બરવાળા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટર્સથી લાશ્કરોએ કલાકો પાણીનો મારો ચલાવ્યો હતો. અંતે રવિવારે વહેલી સવારે આગ પર મહદ અંશે કાબુ મેળવવામાં સફ્ળતા મળી હતી. આ ઉપરાંત ધંધૂકા જીઆઇડીસીની આગની ઘટનામાં યશ ઇન્ડસ્ટ્રીઝમાં રાખેલ કપાસના મોટા જથ્થાને નુકસાન થયું હતું. માલિકોના જણાવ્યા મુજબ અંદાજે રૂ. 50 લાખના કપાસને વ્યાપક નુકસાન થયું છે.
7 વીઘાના ખેતરમાં બાયોકોલ માટેનો રો-મીટિરયલનો જથ્થો પડયો હતો
જીઆઇડીસીમાં બાયોકોલ બનાવતી કંપનીના માલિક કૌશિક ભાઈએ જણાવ્યું કે 7 વિઘાના ખેતરમાં બાયોકોલ માટે કાચા રોમટીરિયલનો 1500 ટન ઉપરાંત જથ્થો પડયો હતો અને અચાનક આગ લાગી જતા તમામ જથ્થો નાશ પામ્યો છે. એથી લાખોનું નુકશાન થયાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
લો..બોલો…GIDCની પાણીની ટાંકીમાં પાણી જ નથી આવતું!
ધંધૂકા શહેર સ્થિત જીઆઈડીસી ખાતે વોટર સપ્લાઈ માટે ઓવરહેડ ટાંકી અને સંપ તો બન્યા પણ બન્યા ત્યારથી અત્યાર સુધી એક ટીપુંય પાણી આવ્યું જ નથી. આટલી મોટી જીઆઈડીસી છતાં પાણીની કોઈ વ્યવસ્થા જ નથી. જેને લઈ સ્થાનિક યુનિટ ધારકોમાં જીઆઈડીસીના વહીવટી તંત્ર સામે વ્યાપક નારાજગી જોવા મળી રહી છે.
[ad_1]
Source link

