ધોલેરા ભાવનગર માર્ગ વચ્ચે વધી રહેલા અકસ્માતના બનાવોને લઈ લોકો દ્વારા માર્ગ પર યોગ્ય સાઈન બોર્ડ અને જરૂરી સૂચનાઓ મૂકવામાં નથી આવી. વળી એપ્રોચ રોડથી એક્સપ્રેસ હાઈવે પર ચડવા અને ઉતરવા માટે કોઈ સાઈન બોર્ડ નથી. જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ભારે દુવિધામાં મુકાય છે. વળી એક્સપ્રેસ હાઈવે પર ગમે ત્યારે ગમે તે રોડ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનો સામસામે એક જ માર્ગ પર દોડી રહ્યા છે. ધોલેરા ભાવનગર માર્ગ પર વધી રહેલા અકસ્માતોને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદારો સામે પગલા લેવાશે, તેવું હાલ તો જણાવી રહ્યું છે.
ધોલેરાથી ભાવનગર હાઈવે પર આંબલીથી અઢેલાઈ સુધીના માર્ગ નું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર સંદેશ દ્વારા રિયાલિટી ચેક કરવામા આવ્યું ત્યારે રોડ પર જ્યાં એપ્રોચ માર્ગ છે. ત્યાં અને ડાયવર્ઝન છે. ત્યાં કોઈ જ પ્રકારની સૂચના કે સાઈન બોર્ડ લગાવ્યા જ નથી. અને સ્થાનિક લોકોએ પણ આ માર્ગ પર છાશવારે હાઈવેના કોઈના કોઈ ભાગને ચાલુ કરી દેવાય છે. તો ક્યારેક અચાનક બંધ કરી દેવાય છે. જેના કારણે અકસ્માત થતાં હોવાનું જણાવ્યું હતું. વળી પશુઓ પણ એક્સપ્રેસ માર્ગને ઓળંગતા નજરે પડયા હતા. ધોલેરા તાલુકા ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે સત્વરે રોડ પર સાઈન બોર્ડ અને ડાયવર્ઝન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
તંત્ર દ્વારા પણ વધતા અકસ્માતોને લઈ કવાયત હાથ ધરાઈ છે. બુધવારે જિલ્લા જીઁ સહિત હાઈવે ઓથોરિટીનો કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ માર્ગની કામગીરી સમયે જરૂરી જે કામો કરવાના હોય તે અંગે સૂચન આપ્યા હતા.
હાઈવે પર બાઈક લઈને નીકળવું એટલે જાનની બાજી લગાવવા બરાબર
સ્થાનિક રહીશ તેજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, બાઈક લઈને આ માર્ગ પર નીકળવું એટલે મોતની સવારી બરાબર છે. બેફમ ગતિથી વાહનો ચાલી રહ્યા છે. વળી ક્યારે કયો માર્ગ ચાલુ અને ક્યારે બંધ એ ખબર પડે એમ જ નથી.
ડાયવર્ઝનની સૂચના દૂરથી મળે તે જરૂરી છે
ખૂણ ગામના રહીશ અમૃતભાઈ રાંઘાણીના જણાવ્યા મુજબ ખરેખર દરેક હાઈવે રોડ પર યોગ્ય સાઈન બોર્ડ, ડાયવર્ઝન માટે જરૂરી સૂચનાઓ થોડે દૂરથી જ વાહન ચાલકને મળે તો તે સાવચેત રહે. આવું કાંઈ આ અદ્યતન કહેવાતા અને કરોડોના ખર્ચે થયેલા રોડ પર છે જ નહીં.
જવાબદારો સામે રિપોર્ટ આવ્યે પગલાં લેવાશે
અકસ્માતોના વધી રહેલા બનાવોને લઈ હાઈવે ઓથોરિટી, આર એન્ડ બી સહિત સરકારના વિવિધ વિભાગો સાથે સ્થળ મુલાકાત કરી અને અકસ્માતો ન થાય તે માટે શું કરી શકાય અને સાઈન બોર્ડ, બેરીકેટ્સ, ડાઇવર્ઝન વગરે ખામીઓ બાબતે જવાબદારો સામે રિપોર્ટ આવ્યે પગલાં લેવાશે. હવે અકસ્માતો ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
એક જ સ્થળ પર ચાર દિવસમાં ચાર અકસ્માતની ઘટના નોંધાઈ
ધોલેરાના રહીશ આનંદ રામાનુજના જણાવ્યા મુજબ ચાંદની હોટેલ પાસે ચાર દિવસમાં ચાર અકસ્માત થયા છે. રોડ પર ચડતા સમયે કોઈ નિશ્ચિત માર્ગ નથી અને કોઈ બોર્ડ પણ નથી. માટે વાહન ચાલકોને ખબર પડતી નથી કે વાહન ક્યાં ચલાવવું. જેના કારણે અકસ્માત થાય છે.
[ad_1]
Source link