ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા સ્વ.જીતુભા કરણસિંહ ચુડાસમા (જસ્કા)ના જન્મદિન (પ્રેરણાદિન) નિમિત્તે વોલીબોલ (શૂટિંગ) ડે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા, સમાજની શિક્ષણ સમિતિના ચેરમેન યોગરાજસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી વિદ્યાસાગર, ઓમ ટ્રસ્ટ ના ચેરમેન સુરપાલસિંહ, સહદેવસિંહ ચુડાસમા, દિગુભા, ધર્મેન્દ્રસિંહ(ધમભા) તેમજ ચુડાસમા રાજપૂત સમાજના હોદ્દેદાર અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાની 52 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં લીમડી-સી સતત બીજા વર્ષે વિજેતા બની હતી તેમજ ધંધુકા દરબાર બોર્ડિંગની ટીમ બીજા વર્ષે રનર્સ અપ વિજેતા બની હતી. જેમાં યોગરાજસિંહ ચુડાસમા જસ્કા પરિવાર દ્વારા વિજેતા ટીમને 21 હજાર રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે દરબાર બોર્ડિંગ ધંધુકા રનર્સ ટીમને 11 હજાર રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવામાંઆવ્યા હતા. સાથે જ બેસ્ટ નેટી તેમજ બેસ્ટ શૂટરને શિલ્ડ આપી ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ચુડાસમા રાજપૂત સમાજના કાર્યકરોની સખત મહેનત અને ખેલાડીઓના જોમ,જુસ્સા, ઉત્સાહથી સ્વ. જીતુભા ચુડાસમાને ‘પ્રેરણા દિવસે’ અંજલીઅપાઈ હતી.