ધંધુકા પંથકમાં બે યુવાનોએ અગમ્ય કારણો સર ઝેરી દવા પી આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો બંને યુવાનો હાલ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તાલુકાના. સાલાસર ગામે શ્રામિક યુવાને અગમ્ય કારણો સર આપઘાત નો પ્રયાસ કર્યો હતો તો વાસણા ખાતે પણ અગમ્ય કારણો સર એક યુવાને ઝેરી દવા ગતગટાવી જીવન ટૂંકાવવા નો પ્રયાસ કર્યો હતો બંને બાબત ને લઈ ધંધુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
ધંધુકા તાલુકાના સાલાસર ગામે 22 વર્ષીય શ્રામિક યુવાને અગમ્ય કારણો સર ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો વિકાસ બીલવા નામના યુવાન ને. ગંભીર હાલતમાં. ધંધુકાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જો કે સરકારી હોસ્પિટલ દ્વારા પ્રાથમિક. સારવાર આપી ગંભીર હાલતમાં આરાએમએસ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે તાલુકાના વાસણા ગામના ગિરિરાજ સોનારા એ પણ અગમ્ય કારણો સર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ લાવવવામાં આવ્યો હતો તેને પણ માત્ર પ્રાથમિક સારવાર બાદ આરાએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આપઘાત કરવાના પ્રયાસના બન્ને કિસ્સાઓ ની ધંધુકા પોલીસે તપાસ શરૂ કરી છે.